02744-220264, 222764       rakhewal@gmail.com
Rakhewal Daily
Rakhewal Daily
Rakhewal Daily
Rakhewal Daily
Rakhewal Daily
Rakhewal Daily
Rakhewal Daily
Home / રાષ્ટ્રીય / વારાણસીમાં વડાપ્રધાન મોદીની સામે પ્રિયંકા ગાંધી ચુંટણી લડે તેવી શક્યતા

વારાણસીમાં વડાપ્રધાન મોદીની સામે પ્રિયંકા ગાંધી ચુંટણી લડે તેવી શક્યતા   14/04/2019

દેશની સૌથી હાઈપ્રોફાઈલ યુપીની વારાણસી લોકસભા સીટને લઈને જોરદાર ચર્ચા છેડાયેલી છે. આ સીટ ઉપર વડાપ્રધાન નરેન્દ્ર મોદીની જીત લગભગ નિશ્ચિત દેખાઈ રહી છે પરંતુ અહીં ચુંટણી માહોલ પણ ખુલ રોમાંચક છે. આ સીટ ઉપર કોઈ મોદીના વિરોધમાં ઉતર્યા છે તો કોઈ સરકારની નીતિઓની સામે સંદેશો આપી રહ્યા છે. મોદીની ટક્કરમાં પૂર્વ જવાન, ૧૧૧ ખેડુતો અને એક પૂર્વ જજ પણ મેદાનમાં છે. ૨૦૧૪ની ચુંટણમાં મોદીની અહીંથી પ્રચંડ બહુમતિ સાથે જીત થઈ હતી. તે વખતે અરવિંદ કેજરીવાલે ચર્ચા જગાવી હતી પરંતુ હવે અનેક નવા અનોખા ઉમેદવારોએ ચર્ચા જગાવી છે. તમિલનાડુના ખેડુતોથી લઈને નોકરીમાંથી કાઢી મુકાયેલા લોકો પણ મેદાનમાં છે. બીજી બાજુ હવે એવું પણ જાણવા મળ્યું છે કે કોંગ્રેસ તરફથી આ બેઠક પર પ્રિયંકા ગાંધી વાઢેરાને મેદાનમાં ઉતારવાની હિલચાલ ચાલી રહી છે. પ્રિયંકા હાલમાં જ રાજનીતિમાં સક્રિય રીતે સામેલ થયા છે અને પ્રથમ વખત ચુંટણી મેદાનમાં છે.

Tags :