02744-220264, 222764       rakhewal@gmail.com
Rakhewal Daily
Rakhewal Daily
Rakhewal Daily
Rakhewal Daily
Rakhewal Daily
Rakhewal Daily
Rakhewal Daily
Home / બનાસકાંઠા / બનાસકાંઠા લોકસભા સીટ પર અંતિમ દિવસે ૩૩ ફોર્મ ભરાયા

બનાસકાંઠા લોકસભા સીટ પર અંતિમ દિવસે ૩૩ ફોર્મ ભરાયા   05/04/2019

૫ાલનપુર ૨-બનાસકાંઠા લોકસભાની બેઠક ઉપર ઉમેદવારીપત્રો રજૂ કરવાના અંતિમ દિવસે ૨૦ ઉમેદવારોએ કુલ ૩૩ ફોર્મ ભર્યા હતા. ગઇકાલ સુધીમાં કુલ ૧૦૮ ફોર્મનું વિતરણ થયું હતુ. હવે ફોર્મ ચકાસણી અને ફોર્મ પરત ખેંચવાની મુદત્ત બાદ કેટલા ઉમેદવારો મેદાનમાં રહેશે તે બાદ ચિત્ર સ્પષ્ટ થશે.
બનાસકાંઠા લોકસભાની બેઠક ઉપર ફોર્મ ભરવાના અંતિમ દિવસે ઉમેદવારોનો રાફડો ફાટ્યો હતો. જ્યાં ગઇકાલ બુધવાર સુધીમાં માત્ર પાંચ અપક્ષોએ જ ફોર્મ ભર્યા હતા. જે સંખ્યા ગુરૂવારે ૩૩એ પહોચી હતી. આ અંગે ચૂંટણી વિભાગના સૂત્રોએ જણાવ્યું હતુ કે, બનાસકાંઠા લોકસભાની બેઠક માટે ગઇકાલ સુધી કુલ ૧૦૮ ફોર્મનું વિતરણ થયું હતુ. જેમાં પાંચ અપક્ષોએ ફોર્મ પરત ભર્યા હતા. દરમિયાન ગુરૂવારે ફોર્મ ભરવાની અંતિમ તારીખે ભાજપ- કોંગ્રેસના ઉમેદવારો સહિત કુલ ૨૦ ઉમેદવારોએ કુલ ૩૩ ઉમેદવારી ફોર્મ ભર્યા હતા. હવે ફોર્મ ચકાસણી અને ફોર્મ પરત ખેંચવાની મુદત્ત બાદ કેટલા ઉમેદવારો મેદાનમાં રહેશે તે ચિત્ર સ્પષ્ટ થશે.
 
બનાસકાંઠા લોકસભા બેઠકના ઉમેદવાર
 
૧       વડનાથાણી જયંતિભાઇ ઉમેદભાઇ (અપક્ષ)
૨      દેસાઇ જામાભાઇ હરિભાઇ (અપક્ષ)
૩      પરબતભાઇ પટેલ (ભાજપ)
૪      પંડયા શશીકાંત (ભાજપ)
૫      પરથીભાઇ ગલબાભાઇ ભટોળ (કોંગ્રેસ)
૬      દેસાઇ ઇશ્વરભાઇ મહાદેવભાઇ (અપક્ષ)
૭      પરસાણી ઇબ્રાહિમભાઇ પીરાભાઇ (અપક્ષ)
૮      જગદીશજી પરથીજી ધારાણી (અપક્ષ)
૯      ભાટકીયા સીતાબેન ધીરાભાઇ (અપક્ષ)
૧૦    ડો. ચંદ્રાબેન (અપક્ષ)
૧૧    યાદવ પુરૂષોત્તમગીરી તુંરતગીરી (અપક્ષ)
૧૨     પઢાર નારણભાઇ ભૂતાભાઇ (અપક્ષ)
૧૩     જીવણભાઇ કરશનભાઇ જોષી (અપક્ષ)
૧૪     તેજાભાઇ નેથીભાઇ રબારી (બહુજન સમાજવાદી પાર્ટી)
૧૫     ચૌહાણ મુકેશજી શિવાજી (અપક્ષ)
૧૬     ચરમટા ભરતકુમાર ખેમાભાઇ (અપક્ષ)
૧૭     માધુ નિરૂપાબેન નટવરલાલ (અપક્ષ)
૧૮     ઠાકોર મેલાજી મદારસિંહ (અપક્ષ)
૧૯     ઠાકોર સ્વરૂપજી સરદારજી (અપક્ષ)
૨૦     પઢિયાર ભરતકુમાર ઇશ્વરલાલ (અપક્ષ)

Tags :