છાપીમાં યુવતીના આપઘાત કેસમાં નવો વળાંક : અનૈતિક સબંધ બાંધી લગ્ન કરવા વિધર્મીએ દબાણ કર્યાનો મૃતકની બહેનનો આક્ષેપ

વડગામ તાલુકાના છાપી ગામે ગત સોમવારે એક ૨૦ વર્ષીય યુવતીએ ઝેરી દવા પી આપઘાત કરતા ચકચાર મચી જવા પામી હતી. જોકે, આ બનાવમાં મૃતક યુવતીની બહેને વિધર્મી ફેકટરી માલિક દ્વારા શારીરિક શોષણ કરી લગ્નની ફરજ પાડવા મજબૂર કરાતા તેણીએ ઝેરી દવા પી જીવન ટૂંકાવ્યાનો આક્ષેપ કરતા પંથકમાં ખળભળાટ મચી જવા પામ્યો છે.
 
છાપી પોલીસ મથક દ્વારા મળતી હકીકત મુજબ છાપીની એક યુવતીએ ગત સોમવારે ઝેરી દવા ગટગટાવી જીવન દોર ટૂંકાવી દીધી હતી. મૃતક યુવતી પાકિઝા નામની નમકીનની ફેકટરીમાં પેકીંગનું કામ કરતી હતી. જ્યાં ફેકટરીનો માલિક શહીદ બસન તેમજ ફેકટરીના મેનેજર જયેશભાઇ દ્વારા મૃતકને હેરાન પરેશાન કરી શારીરિક સબંધ બાંધી લગ્ન કરવા દબાણ કરતાં હોવાનો મૃતકની બહેને આક્ષેપ કર્યો છે. વધુમાં  ફેકટરીનો મેનેજર જયેશ પણ મૃતકને વારંવાર ફેકટરી માલિક શહીદ બસન સાથે લગ્ન કરવા દબાણ કરતો હતો. તાજેતરમાં મૃતક યુવતીની સગાઈ થતા બન્ને જણાએ યુવતી ઉપર લગ્ન કરવા દબાણ કરી અને જો લગ્ન નહિ કરે તો તારી સાથેના અનૈતિક સબંધ વિષે લોકોને કહી બદનામી કરવાની ધમકી આપી હતી. જેથી બદનામીના ભયના કારણે યુવતીએ ફેકટરીમાં ઝેરી દવા પી જીવન ટૂંકાવ્યું હોવાનો મૃતકની બહેને ગંભીર આક્ષેપ કર્યો છે. આ અંગે તેણીએ શનિવારે છાપી પોલીસ મથકે ફેકટરી માલિક શહીદ બસન અને જયેશ બન્ને રહે. રજોસણા તા. વડગામ વિરુદ્ધ આઇપીસી કલમ ૩૦૬, ૪૯૮,૫૦૬ પૈકી ૨(ક) ૧૧૪ મુજબ ફરિયાદ નોંધાવવા અરજી આપી હોવાનું જાણવા મળે છે. પોલીસે અરજીના આધારે કાર્યવાહી હાથ ધરી છે.
  • Sign up
Lost your password? Please enter your username or email address. You will receive a link to create a new password via email.