થરાદ ચાર રસ્તા પર પથરાયેલી કપચીથી વાહન ચાલકો પરેશાન

થરાદના ધારાસભ્ય અને રાજ્યમંત્રી પરબતભાઇ પટેલના પૌત્રીના લગ્ન પ્રસંગમાં હાજરી આપવા આવી રહેલા રાજ્યના મુખ્યમંત્રી વિજયભાઇ રૂપાણીના આગમનપુર્વે તંત્ર દ્રારા થરાદ ચારરસ્તા પર બ્લોક ગોઠવીને ડીવાઇડર બનાવવામાં આવ્યું હતુ. જોકે તે માટીમાં ઉભુ કરવામાં આવ્યું હોઇ તેને વાહનચાલકોએ તોડી પાડ્‌યું હતું. આથી તંત્ર દ્રારા તેને પાકું બનાવવાનું આયોજન કરી તેનું કામ અઠવાડીયા પહેલાં હાથ ધરાયું હતું.
જોકે કામગીરી પુર્ણ થયા બાદ વધેલો કપચી અને રેતનો વેસ્ટેજ એજ હાલતમાં રોડ પર છોડી દેવામાં આવ્યો હતો.જેને કારણે અવરજવર કરતા હજારો વાહનચાલકોને ભારે ત્રાસદાયક સ્થિતીનો સામનો કરવો પડી રહ્યો છે. ચાર રસ્તા પર દુકાન ધરાવતા વેપારીઓ હસમુખભાઇ બારોટ અને રમેશભાઇ રાજપુતે જણાવ્યું હતુંકે બે વાહનચાલકો કપચીના કારણે સ્લીપ થતાં પડી ગયા હતા.તેમજ રોડ પર કપચીના કાંકરા કોઇ વાહનોના પૈડાં તળે આવવાથી છટકવાના બનાવો પણ બનતાં અન્યોને પણ ઇજા થવાની દહેશત ઉઠવા પામી છે. વળી ચારરસ્તાનો વિસ્તાર હોઇ દિવસભર ધુળીયું વાતાવરણ પર સર્જાયેલું રહે છે. પરિણામે નાનાવાહન ચાલકોની હાલત કફોડી થવા પામે છે. તંત્ર દ્રારા રોડ પરની કપચી હટાવી સાફસફાઇ કરાવવામાં આવે તેવી માંગ ઉઠવા પામી છે.
  • Sign up
Lost your password? Please enter your username or email address. You will receive a link to create a new password via email.