બનાસકાંઠામાં વરસાદ ખેંચાતાં ચિંતાના વાદળાં છવાયા

 વડાવળ : બનાસકાંઠા જીલ્લા સહિત ઉત્તર ગુજરાતમાં વરસાદની ભારે ખેંચ જાવા મળી રહી છે દેશના અન્ય રાજ્યો સહિત દક્ષિણ ગુજરાતમાં પણ મેઘ  તાંડવ સર્જાયો છે પણ ઉત્તર ગુજરાતના ચારેય જીલ્લામાં સામાન્ય વરસાદ ને લઈ ચિતાનાં વાદળાં છવાયા છે. 
બનાસકાંઠા જીલ્લામાં અત્યાર સુધી બે વખત સામાન્ય વરસાદ થયો છે. જેમાં પણ વરસાદ એક ઝલક આપી ગાયબ થઈ રહ્યો છે અષાઢ માસના દિવસો ચાલી રહ્યા છે તેમ છતાં જીલ્લામાં અષાઢી માહોલ ક્યાય દેખાતો નથી ઉલ્ટાનું પશ્ચિમ- ઉત્તર તરફ ૧૪ કીમી પ્રતિ કલાકના ઝડપથી ફુકાઈ રહેલા પવનથી સરહદી પંથકમાં ઉનાળા જેવો માહોલ જાવા મળી રહ્યો છે તેજ પવનને લઈ સરહદી વિસ્તારોમાંથી ધુળની ડમરીઓ ઉડી રહી છે જેથી આંધી ભર્યું વતાવરણ સર્જાયુ છે અને અમંગળના એંધાણ વર્તાઈ રહ્યાં છે. 
હવામાન વિભાગે પણ આગામી પાંચ દિવસ સુધી વાતાવરણ સુકુ રહેવાની શક્યતાઓ દર્શાવી છે જેથી જીલ્લાભરમાં ચિંતાનો માહોલ જાવા મળી રહ્યો છે જેમાં ખાસ કરીને ખેડૂતવર્ગ ભારે ચિંતિત બની બેઠો છે. આકાશી આધારીત ખેતી કરતા ખેડૂતોને વરસાદ ખેંચાતા વાવેતર કરેલ પાકો પર પણ સંકટ તોળાયુ છે ત્યારે પિયતની સગવડ ધરાવતા ખેડૂતોને પણ વરસાદ ખેંચાતા પિયત કરવાની ફરજ પડી રહી છે. બનાસકાંઠા જીલ્લામાં વરસાદ ખેંચાવાના પગલે શ્રધ્ધા અને આસ્થાનું પ્રતિક સમાન અંબાજી શહેરને પણ બંધરાખી વરૂણ દેવને રીઝવવાનો પ્રયાસ કરવામાં આવ્યો હતો આ ઉપરાંત જીલ્લાભરમાં પણ ઠેરઠેર વરૂણદેવને રીઝવવા પ્રાર્થનાઓ દુવાઓ કરવામાં આવી રહી છે.  બનાસકાંઠા જીલ્લાના સરહદી વાવમાં હજુ સુધી માત્ર અડધો ઈંચ વરસાદ થયો છે ગત વર્ષે પણ બનાસકાંઠા જીલ્લામાં બહુ ઓછો વરસાદ થયો હતો ત્યારે આ વર્ષે બહુ સારો થાય તેવી પ્રજાજનો આશા સેવી રહ્યા છે.
  • Sign up
Lost your password? Please enter your username or email address. You will receive a link to create a new password via email.