ડીસા કોર્ટની સજાનાં ભાગરૂપે તત્કાલિન ઇન્ચાર્જ ચીફ ઓફિસર સહીત ત્રણ આરોપીઓએ સફાઇ હાથ ધરી

બનાસકાંઠા માં દારૂ પીવાના શોખીન લોકો માટે સમાજમાં દાખલો બેસે તેવો હુકમ ડીસા ની કોર્ટ દ્વારા કરવામાં આવ્યો છે. જેમાં નવ વર્ષ પહેલા હોટલમાં દારૂ  પીધેલી જડપાયેલ ડીસા નગરપાલિકાના તત્કાલિન ઇન્ચાર્જ ચીફ ઓફિસર અને નાયબ મામલતદાર સહિત ત્રણ વ્યક્તિઓને ડીસાની એડિશનલ સેસન્સ કોર્ટે એક  મહિના સુધી ડીસા સિવિલ હોસ્પિટલમાં સવારે અને સાંજે બે ટાઈમ નિયમિત સફાઈ કરવા હુકમ કર્યો છે તેમજ દર અઠવાડિયે સફાઈનું સ્વખર્ચે વિડિયો રેર્કોડિંગ  કરી તેની સીડી હોસ્પિટલના હેડને સુપ્રત કરવા પણ જણાવાયું છે. કોર્ટનો આ ચુકાદાને લઈ દિવસભર રમુજ સાથે ચર્ચા થતી જોવા મળી હતી.
 
ડીસાની ટોપ ઇન ટાઉન હોટલમાં તા.૨૧-૧૦-૨૦૦૯ના રોજ પોલીસ રેડ દરમિયાન ડીસાના તત્કાલિન ઇન્ચાર્જ ચીફ ઓફિસર અને નાયબ મામલતદાર  કિર્તિલાલ ચમનલાલ મકવાણા, દેવચંદ પુનમચંદ મોદી અને નવીનભાઈ પ્રહલાદભાઈ પટેલ દારૂની મહેફિલ માણતા અને જુગાર રમતા દારૂ પીધેલી હાલતમાં  મળી આવ્યા હતા. આથી ત્રણેય વિરુદ્ધ ડીસા શહેર પોલીસ મથકે ગુનો દાખલ થયો હતો. જેનો કેસ ડીસાના પાંચમા એડી. જ્યુડી. મેજિસ્ટ્રેટની કોર્ટમાં ચાલી જતાં  કોર્ટે એક માસની સજા અને રૂ.૧૦૦૦નો દંડ ફટકાર્યો હતો. પરંતુ તે સજાની સામે ડીસા એડી. ચોથા સેસન્સ જજશ્રીની કોર્ટમાં અપીલ દાખલ થઈ હતી. તા. ૧૫- ૧૧-૨૦૧૮ના રોજ આ અપીલ ચાલી જતાં જજશ્રીએ ઉપરોક્ત કોર્ટનો હુકમ યથાવત રાખ્યો હતો તેમજ સજામાં ફેરફાર કરી દારૂ પીવાના શોખીન લોકો માટે  સમાજમાં એક દાખલો બેસે તેવો આદેશ કર્યો હતો. કોર્ટે ત્રણેય આરોપીઓને તા.૧૬-૧૧-૨૦૧૮થી તા. ૧૫-૧૨-૨૦૧૮ દરમિયાન એક માસ સુધી સવારે  ૧૦થી૧૨ અને સાંજે ૪થી૬ વાગ્યા સુધી ડીસા સિવિલ હોસ્પિટલમાં સમાજ સેવાના ભાગ રૂપે નિયમિત સફાઈ કરવા આદેશ કર્યો હતો અને દરેક આરોપીએ  તેમના સ્વખર્ચે વિડિયો રેર્કોડિંગ કરી તેની સીડી હોસ્પિટલના હેડને આપવા હુકમ કર્યો છે. આ કેસના સરકારી વકીલ ડી.પી.પટેલ અને વકીલ ટી.એ.ત્રિવેદીએ  જણાવ્યુ હતું કે, સમાજમાં વધતાં જતાં દારૂના દૂષણને અટકાવવા કોર્ટે દાખલારૂપ સજા ફટકારી દારૂ પીનારા લોકો માટે લાલબતી સમાન ચુકાદો આપ્યો છે.
 
કોર્ટ દ્વારા સજાનો હુકમ કર્યા બાદ આજથી જ આરોપીએ સજા ભોગવવાની શરૂઆત કરી દીધી હતી. અને ત્રણેય આરોપીઓ સવારના દશના ટકોરે ડીસાની  સરકારી હોસ્પિટલમાં સફાઈ કરવા પહોંચી ગયા હતા. ડીસા સિવિલ હોસ્પિટલમાં પૂર્વ ચીફ ઓફિસર સફાઈ કરતા નજરે પડતા રમુજી દ્રશ્યો સર્જાયા હતા. આ  ત્રણેય આરોપીઓ આજે હોસ્પિટલની સફાઈ કરવાની સાથે સાથે ડ્રેસિંગના પાટા વાળવા, સ્ટ્રેચર ખસેડવા જેવી કામગીરી કરતા નજરે પડ્‌યા હતા. સમાજમાં દારૂ  પીનારાઓને યોગ્ય નશ્યત મળે તે માટે કોર્ટ દ્વારા ફરમાવવામાં આવેલી આ દાખલારૂપ સજા અંગે આરોપીઓએ પણ પ્રશ્ચતાપ વ્યક્ત કરતા  ગુજરાતમાં દારૂબંદી  છે અને દારૂબંદી હોવા છતાં લોકો દારૂની મહેફિલ માણતા હોય છે ત્યારે ગુજરાતમાં દારૂબંદીના કાયદાનો ભંગ કરીને દારૂની મહેફિલ માણતા આવા તત્વોમાં  કાયદાનો ભય ઊભો થાય અને સમાજમાં એક પ્રેરણરૂપ દાખલો બેસે તે માટે કોર્ટ દ્વારા પૂર્વ ચીફ ઓફિસર સહિત અન્ય બે જણાને સિવિલની સફાઈ કરવાની સજા  ફરમાવી છે. અને તે સમાજમાં દાખલરૂપ બનશે તેવું સિવિલ સુપ્રિટેંડેંટ ડો. અરવિંદ પરમારે જણાવ્યુ હતું.દારૂ એ દૂષણ છે અને તેમાય ગુજરાતમાં તો દારૂબંદી  હોવાના લીધે તે દૂષણની સાથે સાથે ગુન્હો પણ બની જાય છે ત્યારે દારૂ પિતા લોકોને આ ઘટના બાદ શીખ લેવાની જરૂર છે.
  • Sign up
Lost your password? Please enter your username or email address. You will receive a link to create a new password via email.