મોડાસાના ખલીકપૂર પાસે ડમ્પર વીજ વાયરને અડકી જતા આગમાં લપેટાયું

અરવલ્લી જિલ્લામાં આજે મોડાસાના ખલીકપુર પાસે એક જીવલેણ ઘટના સર્જાતા રહી ગઈ હતી.રેતી ખાલી કરતી વખતે ડમ્પરને વીજ વાયર અડકી જતા ડમ્પરમાં આગ ભભૂકી ઉઠી હતી.પરંતુ સદનસીબે તેના ચાલક અને ક્લીનરનો આબાદ બચાવ થયો હતો.જેથી જીવલેણ બનતા સહેજમાં જ રહી જતા લોકોએ ઈશ્વરનો મોટો પાડ માન્યો હતો. આજે શુક્રવારે સાંજના સમયે રેતી ખાલી કરતી વેળાએ ડમ્પર વીજવાયરને અડકી જતા આગ લાગી હતી.પરંતુ જીવતા વીજ વાયરમાંથી તણખલા ઝરતી વેળા જ સમય સુચકતા વાપરી ચાલક અને ક્લીનર દૂર થઈ જતાં બન્નેનો બચાવ થયો હતો. ડમ્પર આખું સળગવા લાગ્યું હતું તે દરમિયાન પાલિકાની ફાયરની ટિમને બોલાવતા અને તાબડતોબ આવી સઘન પ્રયાસ હાથ ધરી આગને કાબુમાં લેવાઈ હતી.
  • Sign up
Lost your password? Please enter your username or email address. You will receive a link to create a new password via email.