02744-220264, 222764       rakhewal@gmail.com
Rakhewal Daily
Rakhewal Daily
Rakhewal Daily
Rakhewal Daily
Rakhewal Daily
Rakhewal Daily
Rakhewal Daily
Home / રાષ્ટ્રીય / RBIએ ડિજિટલ ટ્રાન્જેકશન પર વોચ રાખવા માટે અલગ સંસ્થા બનાવવા લીધો નિર્ણય

RBIએ ડિજિટલ ટ્રાન્જેકશન પર વોચ રાખવા માટે અલગ સંસ્થા બનાવવા લીધો નિર્ણય   06/12/2018

વર્તમાન સંજોગોમાં ડિજિટલ ટ્રાન્જેકશનના વધતાં જતાં વ્યાપને ધ્યાને લઈને બેંકોની સિક્યુરિટી સિસ્ટમને વધું સ્ટ્રોંગ કરી છે. તો સાથેસાથે એક ડિજિટલ ટ્રાન્જેકશન પર વોચ રાખવા માટે તેમણે એક અલગ સંસ્થાનું ગઠન કરવા નિર્ણય લીધો છે. આ માટે આવતા મહીને નોટિફિકેશન ઈશ્યૂ કરાશે. તો ફરિયાદોની વધતી જતી સંખ્યા અને જટિલતાથી નિપટવા માટે ખર્ચ રહિત, ઝડપી રીતે ઉપલ્બધતા વધારવાના આશયથી ડિજિટલ ટ્રાન્જેક્શન માટે જ રિઝર્વ બેંક દ્વારા ઓમ્બડ્સમેન સ્કીમ તૈયાર કરી રહી છે.
 
ઓનલાઈન બેંકિંગ દ્વારા કરવામાં આવતા વહેવારોમાં સુરક્ષા વધારવાના RBIનું આ પાછળ માનવું છે કે આનાથી Cyber scam પર કાબૂ મેળવવામાં મદદ મળશે. સાથોસાથ ગ્રાહકોની જવાબદારી પણ ઘટશે.
 
જ્યારે મોબાઈલ બેંકિંગ માટે ગ્રીવાંસ રિડ્રેસલ મેકેનિઝમ લાગૂ કરવામાં આવશે. જો કોઈ બીનસત્તાવાર વહેવારો કરવામાં આવે તો તેના માટે ગ્રાહકોની જવાબદારી રહેશે નહિ. રિઝર્વ બેંકે ડિજિટલ ટ્રાન્જેક્શન માટે ઓંબડ્સમેન સ્કીમ પણ શરૂ કરી છે.
 
આરબીઆઈ દ્વારા ફરિયાદોના નિવારણ માટે અલગ વ્યવસ્થા કરવામાં આવી હોવાનું પણ જણાવવામાં આવ્યું છે. આરબીઆઈના ડેપ્યુટી ગવર્નર એમ કે જૈને મીડિયાને સંબોધિત કરતા કહ્યું હતું કે લેસ કેશ સોસાયટીને ઉત્તેજન આપવા માટે રિઝર્વ બેંકની કોશિશથી ડિજિટલ ટ્રાન્જેક્શનના વોલ્યુમ, વેલ્યૂ અને ચેનલોમાં ખાસ્સો વધારો થયો છે.
 
જૈને કહ્યું કે આ પાવરફૂલ ચેનલમાં વપરાશકારોનો વિશ્વાસ વધારવાના હેતુથી એક સમર્પિત અને મજબૂત ફરિયાદ નિવારણ વ્યવસ્થા જરૂરી છે. ચેનલને લઈને આવતી ફરિયાદોની વધતી જતી સંખ્યા અને જટિલતાથી નિપટવા માટે ખર્ચ રહિત, ઝડપી રીતે ઉપલ્બધતા વધારવાના આશયથી ડિજિટલ ટ્રાન્જેક્શન માટે જ રિઝર્વ બેંક દ્વારા ઓમ્બડ્સમેન સ્કીમ તૈયાર કરી રહી છે.
 
ડિજિટલ ટ્રાન્જેકશનનો વ્યાપ વધ્યો રિઝર્વ બેંકના છેલ્લાં આંકડાઓ અનુસાર, સપ્ટેમ્બરમાં બેકિંગ વહેવારોમાં 18 લાખ કરોડ રૂપિયાના 18.1 NEFT ટ્રાન્જેકશન  અને  21.3 લાખ કરોડ રૂપિયાના 48.65 કરોડ મોબાઈલ બેકિંગ ટ્રાન્જેકશન થયાં હતા.
 
ઉલ્લેખનિય છે કે આરબીઆઈ દ્વારા ગઠિત કમિટી(MPC)ની ત્રિદિવસીય બેઠક ત્રીજી ડિસેમ્બરે સોમવારે શરૂ થઈ હતી. વર્ષની આ પાંચમી નાણાકિય સમીક્ષા બેઠક હતી. જેમાં ઉપરોકત નિર્ણય લેવામાં આવ્યો છે. એમપીસીએ બેઠક પૂરી થયે રેપોરેટ રિવર્સ રેપો રેટ અને બેંક રેટ અનુક્રમે 6.25 ટકા અને 9.75 ટકા વિશે જાહેરાત કરી હતી. તે પછી ડિજિટલ ટ્રાન્જેક્શન માટે અલગ સંસ્થા બનાવવા નિર્ણય લીધો હોવાનો ઉલ્લેખ કર્યો હતો. જેમાં આ વખતે ડિજિટલ ટ્રાન્ઝેકશન્સમાં વધારો થવાની શક્યતાઓ વ્યક્ત કરવામાં આવી હતી. આ વાતને ધ્યાને લઈને જાહેર કરવામાં આવ્યું હતું કે જિડિટલ ટ્રાન્જેક્શન પર નજર રાખવા માટે એક ખાસ કાયદાકિય સંસ્થા બનાવવાનો નિર્ણય પણ લેવાયો છે. આ મામલે આગામી જાન્યુઆરીમાં આ વિશે નોટિફિકેશન ઈશ્યૂ કરાશે,  તેમ પણ કહેવામાં આવ્યું છે.
 
ઉલ્લેખનિય છે કે ડિજિટલ ટ્રાન્જેક્શનમાં વધતાં જતાં કૌભાંડ(Cyber scam)ને અટકાવવા થોડાં સમય પહેલાં જ કસ્ટમર પ્રોટેકશન વધારવા બેંકોને સૂચના આપી હતી. અનેક બેંકોએ આ વિશે અમલવારી પણ શરૂ કરી દીધી છે. જેવું તમે નેટબેંકિંગમાં લોગ ઈન થાવ કે તમને તમારા નામ સાથે વેલકમ કરતાં સંદેશા હવે ઓન સ્ક્રીન જોવા મળે છે. ખાસકરીને HDFCએ આ પહેલ કરી દીધી છે.
 
જો તમે HDFC બેંકમાં ખાતુ ધરાવતા હોય અને ઓન લાઈન ટ્રાન્જેકશન કરવા માંગતા હોય તો HDFC દ્વારા તમને લોગ ઈન થતાં પહેલાં એક OTP મોકલવામાં આવે છે. તે જ્યાં સુધી રજિસ્ટ્રર્ડ ન કરો ત્યાં સુધી લોગ ઈન થવાતું નથી. આમ આ બેંક દ્વારા કસ્ટમર પ્રોટેક્શન વધારી દેવામાં આવ્યું છે. જેને પગલે હવે લોગ ઈન થવા માટે તમે શેનો ઉપયોગ કરો છો તે વિશે પણ બેંકને માહિતી મળી જશે. આ સિસ્ટમ થકી cyber scamના કેસમાં આરોપીઓને પકડી પાડ઼વામાં મદદ મળશે.
 
ઉલ્લેખનિય છે કે આરબીઆઈ પહેલાં જ એવું સૂચિત કરી ચૂકી છે કે જ્યારે કોઈ છેતરપિંડી થાય તેવા કેસમાં વહેવારના ત્રણ દિવસમાં જ જો બેંકને સૂચિત કરવામાં આવે તો ગ્રાહકોને તેને માટે જવાબદાર નહિં ઠેરવવામાં આવે. જો ગ્રાહક બીનસત્તાવાર વહેવારો માટે સાત દિવસમાં જાણ કરે તો ગ્રાહકની જવાબદારી રૂ. 25000થી વધું નહિં હોય.

Tags :