જુનાડીસા નગરે મહાન જૈનાચાર્ય “સુબોધસાગર” પ્રવેશદ્વારનું લોકાર્પણ

રખેવાળ ન્યુઝ,જુનાડીસા : મહેતા પરિવારની દેણગીને ગામ લોકોએ મુક્ત કંઠે વધાવી જુનાડીસાની ભૂમિમાં જન્મ લેનાર અને તરૂણાવસ્થામાં જૈનધર્મ દીક્ષા અંગીકાર કરી ભક્ત અને તપની ઉગ્ર આરાધના કરી સમસ્ત જૈન સંઘની એકતાના પ્રતિક એવા ભારતભરમાં જાણીતા તપસ્વી જૈન સંત પૂ.આચાર્ય સુબોધસાગર મહારાજ સાહેબના ઉપકાર અને આશીર્વાદથી માત્ર જૈનો જ નહિ, પરંતુ સનાતન હિંદુ સમાજ અને મુÂસ્લમ સમાજ પણ જેમનું આદરપૂર્વક ઉચ્ચારણ કરે છે તેવા પૂ.આચાર્ય સુબોધસાગર મહારાજની જીવંતયાદ સદૈવ રહે તે આશયથી ઉપકારી સંતના ઋણાનુરાગી જૈન બંધુ બેલડી તરીકે જાણીતા વડીલ જૈન અગ્રણી એડવોકેટ બાબુભાઈ વી.મહેતા અને લઘુબંધુ સ્વ.અરવિંદભાઈ મહેતા (એન્જીનીયર) ના દાનથી ડીસા - પાટણ રોડથી જુનાડીસામાં પ્રવેશતાં જ નયનરમ્ય પ્રવેશ દ્વાર “સુબોધસાગર પ્રવેશદ્વાર” નું ઉદ્દઘાટન તપસ્વી અને વયોવૃધ્ધ જૈનાચાર્ય પૂ.મનોહરકીર્તીજી મહારાજના હસ્તે, ડીસા ધારાસભ્ય શશીકાન્ત પંડ્યાની ઉપÂસ્થતિમાં, વિશાળ જનસમુદાયના ઉત્સાહ અને ઉમંગ વચ્ચે તા.૧૮/૧૧/૧૯ ના રોજ ‘રવિપુષ્યામૃતયોગ” ના શુભ મુહુર્તે કરવામાં આવ્યું. સૌ પ્રથમ પૂ.મહારાજ સાહેબોની પાવન પધરામણી, જૈન શ્રાવકોની આનંદની છોબો સાથે, બેન્ડની સુરીલી ભÂક્તની સુરાવલી સાથે, દાતા મહેતા બંધુઓના ઘરે પધરામણી કર્યા બાદ, શોભાયાત્રા - પાટણ રોડે સમિયાણામાં સમાણી અને ખુબજ શિસ્ત સંયમ સાથે હજારો હિંદુ - મુસ્લીમભાઈઓ પણ આ સદકાર્યને અનુમોદવા ઉપÂસ્થત રહ્યા. મહેતા પરિવારના દાતા વિક્રમ શેઠ નમ્ર અને વિવેકશીલ તથા સુરત - સેલટેક્સ કમીશનર ફરજનશીન, અતુલભાઈ મહેતાએ ભાવુક સ્વાગત પ્રવચન કરી સૌને આવકાર્યા. પૂ.આચાર્ય ઉદયકીર્તી સાગર મહારાજે ખુબ પ્રભાવશાળી વાણીથી સુબોધસાગર મહારાજના જીવન કવન અને તપશ્ચર્યાની ભુરી ભુરી વંદના કરી સુંદર ભÂક્તમાર્ગનું વિવરણ પણ કર્યુ અને દાતા બંધુઓની સખાવતની સરાહના કરેલ. આ દિવ્યપ્રસંગે વયોવૃધ્ધ(ઉ.વ.૯ર) જૈન સંતશ્રી મનોહરકીર્તી સાગર મહારાજ મેરૂ સરીખા અને Âસ્થર પદમાસન થી સુશોભિત અને દીવાદાંડી સ્વરૂપ તેમની Âસ્થતપ્રજ્ઞતા વાતાવરણને મનોહરતા અને દિવ્યતાના દર્શન કરાવેલ. આ પ્રસંગે ડીસાના યુવાન અને ઉત્સાહી ધારાસભ્યે પોતાના પ્રવચનમાં પ્રસંગની દિવ્યતાને વખાણી અને લોકસેવક તરીકે જરૂરી કામો કરી આપવાની ખાત્રી ઉચ્ચારેલ. જુનાડીસાના જ વતની અને ગુજ.ભાજપ બક્ષીપંચ મોરચાના પ્રમુખ દિનેશભાઈ અનાવાડીયા, અગ્રણી દેવુભાઈ માળી, જિલ્લાના પૂર્વ ભાજપ પ્રમુખ મહેશભાઈ દવે, રાજુભાઈ ઠક્કર તેમજ અન્ય મહાનુભાવો ઉપÂસ્થત રહેલ. જુનાડીસા જૈન સંઘના અગ્રણીઓ આર.આર.શેઠ, વિનોદભાઈ હેક્કડ, પૂર્વ સરપંચ કીર્તીભાઈ વારીયા, ભરતભાઈ વારીયા, વરધીલાલ કાળીદાસ, પ્રવીણભાઈ વડેચા, તેમજ રાજપુર ડીસાથી જૈન બંધુઓ અને ’રખેવાળ’ તંત્રી તરૂણભાઈ શેઠ ઉપÂસ્થત રહેલ. જુનાડીસા હિંદુ - મુસ્લીમ સમાજના અગ્રણીઓ મફતલાલ બ્રહ્મભટ્ટ (પૂ.સરપંચ) બબાભાઈ દેસાઈ (સરપંચ), ભીખાભાઈ પઢીયાર (પ્રમુખ - સનાતન સમાજ) અરવિંદભાઈ મોદી, ગોપાલભાઈ મોદી, શ્રવણકાકા અનાવાડીયા, પશાભાઈ અનાવાડીયા, ભીખાલાલ મોદી, જીવણભાઈ ગલાલભાઈ, રોહીત સમાજ પરગણાના પટેલ બબાભાઈ પટેલ, બાબુભાઈ બારોટ, મુકેશ ત્રિવેદી, સુમતિભાઈ જાષી, ગુજ.ગ્રામીણ પત્રકાર સંઘના વરીષ્ઠ પત્રકાર રમેશભાઈ મહેતા, દલાભાઈ દેસાઈ (સા.કા) વિગેરે ઉપÂસ્થત રહેલ.  મુસ્લીમ સમાજના પ્રમુખ સિકંદરભાઈ ઘાસુરા, જાણીતા વકીલ નઝીરભાઈ ઘાસુરા, ડે.સરપંચ ફારૂકભાઈ દાણી, સુલતાનભાઈ ઘાસુરા (નિવૃત બેંક ઓફીસર), યુવા એડવોકેટ ઝુલ્ફીકાર ચાવડા અને મોયુદ્દીન સિંધી (પં.સભ્ય) જહાંગીરભાઈ ઘાસુરા, દાઉદભાઈ ઘાસુરા તેમજ ગણમાન્ય મુસ્લીમ બિરાદરોની હાજરી રહી. તદુપરાંત ગૃહમંત્રી પ્રદીપસિંહ જાડેજાના બંધુ હિતેન્દ્રસિંહ જાડેજા, અમદાવાદ મ્યુ.કોર્પોરેશનના આર.બી.વિભાગના ચેરમેન રમેશભાઈ દેસાઈ તેમજ જેન્તીભાઈ ચેલાભાઈ પ્રજાપતિ (નવા) ડી.વાય.એસ.પી. દિનેશ પુનડીયા ઉપÂસ્થત રહેલ. “બંધુ બેલડી” ના પાંચ પાંડવો જેવા પુત્રોએ સમગ્ર કાર્યક્રમને દિપાવવા અથાગ પ્રયત્ન કરેલ. આ પ્રસંગે સ્વર્ગવાસી અરવિંદભાઈની ગેરહાજરી સાલતી હતી. જયેષ્ઠ બંધુ બાબુભાઈ વી.મહેતાનું ગામના હિંદુ - મુÂસ્લમ સમાજ દ્વારા ઉમળકાભેર શાલ ઓઢાડી સન્માન કરતાં ગદગદીત સ્વરે વડીલ બાબુભાઈ વકીલે સમગ્ર ગામનો આભાર વ્યક્ત કરી ભાવુક બની ગયેલ. સમગ્ર કાર્યક્રમનું સંચાલન ડીસાના નરેશભાઈ શેઠે કરેલ. આભારવિધિ મહેતા પરિવારના ઉત્સાહી ઉદ્યોગપતિ અને જુનાડીસાની પૂર્વ માનવ સેવા સમિતિના પાયાના કાર્યકર વિક્રમભાઈ મહેતાએ કરેલ.
  • Sign up
Lost your password? Please enter your username or email address. You will receive a link to create a new password via email.