સાબરકાંઠામાં કોંગ્રેસ સંગઠનને મજબૂત બનાવાશે પ્રમુખ નહિ બદલાય

 
 
 
 
 
 
 
                               સાબરકાંઠા જીલ્લાની લોકસભાની બેઠક માટે ગુરૂવારે કોંગ્રેસ ઉત્તર ગુજરાતના પ્રભારીએ કાર્યકર તથા નેતાઓ સાથે ઉમેદવાર અંગે પરામર્શ કર્યા બાદ કેટલાક - કાર્યકરોએ સગંઠનની ખાલી જગ્યાઓ ભરવા તથા જીલ્લા પ્રમુખની મુદત પૂર્ણ થતી હોવાથી નવા પ્રમુખની વરણી કરવા માટે કરેલી રજુઆત બાદ પ્રભારીએ બેઠક પૂર્ણ થયા બાદ એવું પરખાવી દીધુ હતુ કે પ્રમુખ નહી બદલાય . જો કે સગંઠનની ખાલી જગ્યાઓ સત્વરે ભરવામાં આવશે. પ્રભારીની આ રુખને લઈ જીલ્લાના કેટલાક કાર્યકરો અને અગ્રણીઓમાં તેના ઘેરા પ્રત્યાઘાત પડે તેવી શક્યતા છે . આ અંગે કોગ્રેંસના આધારભૂત સુત્રોમાંથી મળતી માહીતી મુજબ લોકસભાની સાબરકાંઠાની બેઠક માટે સાબરકાંઠામાં કોગ્રેસના અનેક મુરતીયાઓ પોતાના આકાઓની સમક્ષ ખોળો પાથરીને આજીજી કરી રહ્યા છે . જેને લઈને જ્યારે પણ કોંગ્રેસ ઉમેદવારની પક્ષ તરફથી સત્તાવાળ જાહેરાત થયા બાદ વર્ષોથી નિષ્ઠાપૂવર્ક કામ કરી રહેલા કાર્યકરોમાં કહી ખુશી કહી ગમ જોવા મળશે . ગુરૂવારે હિંમતનગરના કોંગ્રેસ કાર્યલય ખાતે આવેલા ઉત્તર ગુજરાતના પ્રભારી જીતેન્દ્ર બન્ધલે તમામને - સાંભળ્યા બાદ એવુ સુનાવી દીધુ હતુ કે લોક્સભાની ચુંટણી પહેલા સાબરકાંઠા કોગ્રેંસના પ્રમુખ બદલવામાં નહીં આવે જે અંગે કાર્યકરોમાં ખબર પડતા કેટલાક કાર્યકરોના મનસુબા પર પાણી રેડાઈ ગયુ હતુ . તો બીજી તરફ પ્રભારીએ એવુ જણાવ્યું હતુ કે સગંઠનની ખાલી જગ્યાઓ ચુંટણી પહેલા ભરી દેવામાં આવશે . જેને લઈને હોદા માટે રાહ જોઈને બેઠેલા કેટલાક કાર્યકરોએ મન મનાવીને કંઈક લાભ થશે તેવો આશાવાદ સેવી રહ્યા છે . દરમ્યાન પ્રભારીએ અપનાવેલ રુખના આગામી દિવસોમાં ઘેરા પ્રત્યાઘાત પડે તેવી શક્યતા - કેટલાક કાર્યકરો વ્યક્ત કરી રહ્યા છે . જેને લઈને આગામી દિવસોમાં સાબરકાંઠા કોગ્રેસમાં ભડકો થવાની શક્યતા નકારી શકાતી નથી . હાલ તો કેટલાક કાર્યકરો થોભો અને રાહ જુઓની નીતી અપનાવીને જાતે કશું કહેવા માંગતા નથી . તેઓ એટલુ જ કહે છે કે સમય બતાવશે . આમેય ભાજપ કરતા કોગ્રેંસમાં કાર્યકરોની ચુંટણી ટાંણે જે માનસિકતાના વરવા દ્રશ્યો જોવા મળ્યા છે તે જોતા સાબરકાંઠામાં આવું થાય તો નવાઈ પામવા જેવુ નથી . ઉલ્લેખનીય છે કે થોડા સમય પહેલા જીલ્લામાં પ્રમુખ પદ મેળવવા માટે ધમપછાડા કરનાર હવે લોકસભાની ટીકીટ માટે લાઈનમાં ઉભા થઇ ગયા છે .
 
 
  • Sign up
Lost your password? Please enter your username or email address. You will receive a link to create a new password via email.