02744-220264, 222764       rakhewal@gmail.com
Rakhewal Daily
Rakhewal Daily
Rakhewal Daily
Rakhewal Daily
Rakhewal Daily
Rakhewal Daily
Rakhewal Daily
Home / ગુજરાત / પેપર લીક મામલો : મુખ્ય સુત્રધાર યશપાલસિંહ સોલંકી ઝડપાયો

પેપર લીક મામલો : મુખ્ય સુત્રધાર યશપાલસિંહ સોલંકી ઝડપાયો   06/12/2018

લોક રક્ષક દળની પરીક્ષામાં મુખ્ય સૂત્રધાર કહેવામાં આવતા યશપાલસિંહ સોલંકીની પોલીસે ધરપકડ કરી લીધી છે. પોલીસે  ઉંઘમાંથી જ યશપાલને દબોચી લીધો છે. મહિસાગર જિલ્લાના  વીરપુર ગામ ખાતેથી યશપાલની ધરપકડ કરી લેવામાં આવી છે. યશપાલની ધરપકડની સાથે આ કાંડમાં અત્યાર સુધી કુલ 13 આરોપીની ધરપકડ કરી લેવામાં આવી છે. હવે તેની પૂછપરજ દરમ્યાન ઘણા મોટા માથાઓની સંડોવણી ખુલવાની સંભાવના સેવાય રહી છે. યશપાલસિંહ સોલંકી વડોદરા કોર્પોરેશનમાં 11 મહિનાના કોન્ટ્રાક્ટ પર નોકરી કરતો હતો તેમજ પેપર લીક કાંડ બાદ તે ગાયબ થઈ ગયો હતો. પોલીસ તેને પેપર લીક કાંડ બાદ શોધી રહી હતી.

Tags :