એસઓજી પોલીસે ગાંજાનો કેસ કરવાની ધમકી આપી ડીસાના વેપારીઓનાં ખિસ્સાં ખંખેર્યા હોવાનો આક્ષેપ

પાલનપુર : બનાસકાંઠા એસઓજીની ટીમે ડીસાના બટાકાના વેપારીઓ પાસેથી ગાંજાના છોડ મળવા બાબતે રૂપિયા ૧.૫૦ લાખનો તોડ કર્યો હોવાના આક્ષેપ સાથે જિલ્લા પોલીસવડાને લેખિત રજૂઆત કરવામાં થતાં જિલ્લાના પોલીસબેડામાં ભારે ચકચાર મચી જવા પામી છે.
ડીસા – ભીલડી હાઇવે નજીક વિકાસ કોલ્ડ સ્ટોરેજ ધરાવતાં અશ્વિનકુમાર ખેતાજી માળીએ જિલ્લા પોલીસવડાને લેખિતમાં રજૂઆત કરી આક્ષેપો કરતાં જણાવ્યું હતુ કે, તારીખ ૪-૮-૨૦૧૯ના રોજ તેઓ કોલ્ડસ્ટોરેજ ઉપર હતા. તે દરમિયાન ખાનગી કાર નં. જીજે. ૧૩. એન.એન. ૩૧૦૧માં ખાનગી ડ્રેસમાં આવેલા ત્રણ વ્યકિતઓએ પોતાની ઓળખ ગાંધીનગર સ્પેસ્યલ બ્રાંચની આપી પરપ્રાંતિય મજુરો અંગે પુછપરછ કરી હતી. જે બાદ ફોન કરતાં પોલીસની જીજે. ૧૮. જીબી. ૦૭૩૪ નંબરની ગાડી ત્યાં આવી હતી. જેમાં રહેલા અધિકારી તેમજ સ્ટાફે કોલ્ડ સ્ટોરેજ નજીક ઉગેલા ગાંજાના છોડ બતાવી મારા ભાઇ શાંતિભાઇ અને પિતા ખેતાજી તેજાજી માળીને ત્યાં બોલાવી નારકોટીક્ષનો કેસ કરવાની ધમકી આપી હતી. અને જો પતાવટ કરવી હોય તો રૂપિયા ૧૦,૦૦,૦૦૦ની માંગણી કરી હતી. જેમાં આખરે ખેતાજી માળીએ રૂપિયા ૧,૮૦,૦૦૦માં પતાવટ કરવાની વાત કરી હતી. આથી એસઓજીના આ અધિકારી અને તેમની સાથેના સ્ટાફે આખોલ બ્રીજના ભીલડી બાજુના છેડે હનુમાનજીના મંદિર પાસે અનીલભાઇ પાસે મંગાવેલા રૂપિયા ૧,૫૦,૦૦૦ લઇને રવાના થઇ ગયા હતા. તે અગાઉ આ અધિકારી અને તેમના સ્ટાફે કોલ્ડ સ્ટોરેજ ઉપર લાગેલા સીસીટીવી કેમેરાના ડીવીઆર સિસ્ટમ પણ પોતાના કબ્જામાં લીધુ હતુ.
  • Sign up
Lost your password? Please enter your username or email address. You will receive a link to create a new password via email.