02744-220264, 222764       rakhewal@gmail.com
Rakhewal Daily
Rakhewal Daily
Rakhewal Daily
Rakhewal Daily
Rakhewal Daily
Rakhewal Daily
Rakhewal Daily
Home / રાષ્ટ્રીય / દિલ્હી હાઈકોર્ટે ડેથવોરંટ વિરુદ્ધ આરોપી મુકેશની અરજી ફગાવી,કહ્યું- નીચલી કોર્ટના આદેશમાં કોઈ ભૂલ નથી

દિલ્હી હાઈકોર્ટે ડેથવોરંટ વિરુદ્ધ આરોપી મુકેશની અરજી ફગાવી,કહ્યું- નીચલી કોર્ટના આદેશમાં કોઈ ભૂલ નથી   15/01/2020

નવી દિલ્હી
        હાઈકોર્ટે બુધવારે નિર્ભયા ગેંગરેપના આરોપી મુકેશ કુમારના ડેથવોરંટ રદ કરવાની માંગ કરતી અરજી ફગાવી છે. કોર્ટે કહ્યું કે, આરોપીઓને મોતની સજા સંભળાવનારો ટ્રાયલ કોર્ટના નિર્ણયમાં કોઈ ભૂલ નથી. જો કે, જસ્ટિસ મનમોહન અને જસ્ટિસ સંગીતા ધીંગરાની બેંચે આરોપીઓને નીચલી કોર્ટમાં અપીલ કરવાની છૂટ આપી દીધી છે. ત્યારબાદ આરોપીના વકીલ અરજી પાછી લેવા માટે તૈયાર થઈ ગયા હતા. તેમણે કોર્ટને જણાવ્યું કે, તે નીચલી કોર્ટમાં અપીલ કરશે.
 • અરજી પર સુનાવણી કરતી વખતે દિલ્હી સરકારે બેંચને જણાવ્યું કે, જેલના નિયમો પ્રમાણે, વોરંટ રદ કરવાના કેસમાં દયા અરજી અંગે નિર્ણયની રાહ જોવી જોઈએ. ૨૨ જાન્યુઆરીએ ચારેય આરોપીઓની ફાંસી નહીં થાય, કારણ કે આમાંથી એકની દયા અરજી પર હજુ કોઈ નિર્ણય આવ્યો નથી. આવી પરિસ્થિતિમાં ડેથ વોરંટ રદ કરવાની માંગ કરવું યોગ્ય નથી.
 • તો બીજી બાજુ જેલ પ્રશાસનના વકીલ રાહુલ મેહરાના જણાવ્યા પ્રમાણે, ચારેય આરોપીને નિશ્વિત રીતે ૨૨ જાન્યુઆરીએ ફાંસી આપવામાં નહીં આવે. રાષ્ટ્રપતિ તરફથી દયા અરજી રદ થયાના ૧૪ દિવસ બાદ જ ફાંસી આપવામાં આવશે. આપણે નિયમોથી બંધાયેલા છીએ, કારણ કે અરજી ફગાવ્યા બાદ આરોપીઓને ૧૪ દિવસની નોટિસ આપવી જરૂરી છે.
 • ત્યારબાદા નિર્ભયાની માતા આશા દેવીએ કહ્યું કે, વકીલ આરોપીને ફાંસી કરવામાં મોડું કરી રહ્યા છે અથવા આપણી સિસ્ટમની આંખો પર પાટા બાંધી રહી છે, જે ગુનેગારોનો સાથ આપી રહ્યા છે. હું ૭ વર્ષથી લડાઈ લડી રહી છું. મને પુછવાની જગ્યાએ સરકારને પુછી રહ્યા છો કે ગુનેગારોને ૨૨ જાન્યુઆરીએ ફાંસી આપવામાં આવે કે નહીં.

                                                   ૨૨મીએ ફાંસી ટળી શકે છે

 • નિર્ભયા ગેંગરેપ કેસમાં આરોપી મુકેશ કુમારે ટ્રાયલ કોર્ટના ડેથ વોરંટને રદ્દ કરવાની માંગ કરી હતી. દિલ્હી હાઈકોર્ટમાં સુનાવણી દરમિયાન એએસજી અને દિલ્હી સરકારના વકીલે કહ્યું કે નિર્ભયાના દોષીઓને ૨૨ જાન્યુઆરીએ ફાંસી આપવાનો નિર્ણય ટળી શકે છે. રાષ્ટ્રપતિ દ્વારા દયા અરજી અંગે ચુકાદો આપ્યા પછી દોષીઓને ૧૪ દિવસનો સમય આપવાનો હોય છે.
 • સુનાવણી વખતે દિલ્હી છજીય્ અને દિલ્હી સરકારના વકીલે કહ્યું હતું કે, નિર્ભયાના આરોપીઓને ૨૨મી જાન્યુઆરીએ ફાંસી નહીં આપી શકાય. રાષ્ટ્રપતિ દ્વારા દયા અરજી અંગે નિર્ણય આપ્યા બાદ આરોપીઓને ૧૪ દિવસનો સમય આપવો પડશે.
 • મુકેશના વકીલ રેબેકા જોને કહ્યું કે, સુપ્રીમ કોર્ટ રજિસ્ટ્રી તરફથી કાગળીયા મળ્યા બાદ ૨ દિવસની અંદર ક્યૂરેટિવ પિટીશન દાખલ કરવામાં આવી હતી. ક્યૂરેટિવ અરજી ફગાવ્યા બાદ અરજી કરવા માટે અમે એક દિવસ પણ રાહ ન જોઈ. હું રાષ્ટ્રપતિને અરજી અંગે વિચાર કરવા માટે કહી રહી છું. દયા અરજી રાષ્ટ્રપતિનું બંધારણીય કર્તવ્ય છે.
 

                                                            કોર્ટમાં શું થયું?

 • મુકેશના વકીલ જોને કહ્યું કે, દયા અરજી ફગાવ્યા બાદ પણ તેમને ૧૪ દિવસનો સમય આપો
 • જોને કહ્યું કે, આરોપીએ દયા અરજી કરી છે તેનો નિર્ણય આવવા જો. સુપ્રીમ કોર્ટના નિર્ણયના હિસાબથી આરોપીને ૧૪ દિવસ મળવા જોઈએ. આટલું જ નહીં દયા અરજી ફગાવ્યા બાદ પણ તેને તેના કાયદાકીય અધિકારનો ઉપયોગ કરવા માટે સમય મળવો જોઈએ.
 • એડવોકેટ જોનની દલીલ બાદ જસ્ટિસ મનમોહને કહ્યું તમારી અરજી ૨૦૧૭માં ફગાવાઈ હતી. ત્યારે તમે ક્યૂરેટિવ પિટીશન દાખલ કેમ ન કરી અને દયા અરજી કરી દીધી? તમે અઢી વર્ષથી શું કરી રહ્યા હતા?
 • રાષ્ટ્રપતિને દયા અરજી કરવી આર્ટિકલ ૭૨ હેઠળ દરેક મોતની સજા પામેલા આરોપીનો બંધારણીય હક છે. આ અધિકારનો સવાલ છે.
 • જોને એવું પણ કહ્યું કે, બે ડોક્યુમેન્ટ મળી ન શકવાના કારણે ૬ જાન્યુઆરીએ ક્યૂરેટિવ પિટીશન ફાઈલ થઈ શકી ન હતી.
 • જોને કહ્યું કે, આરોપીને અંતિમ શ્વાસ સુધી પણ તેના કાયદાકીય હકનો ઉપયોગ કરવાનો અધિકાર છે.
 • જોને તેમની દલીલ રજુ કરતા શત્રુઘ્ન ચૌહાણ ેંર્ંૈં કેસનું ઉદાહરણ સામે મુકીને કહ્યું કે, મોતની સજા મેળવી ચુકેલા આરોપી પણ આર્ટિકલ ૨૧ પ્રમાણે સુરક્ષા મેળવવાના હકદાર છે.
 • જોને જણાવ્યું કે, આરોપી મુકેશ અને વિનયે તેમની ક્યૂરેટિવ પિટીશન નવ જાન્યુઆરીએ સુપ્રીમ કોર્ટમાં મુકી હતી.
 • વકીલ જોને કહ્યું કે, તિહાર પ્રશાસને ૧૮ જાન્યુઆરીએ ચારેય આરોપીઓને નોટિસ આપી હતી, જેમાં જણાવ્યું હતું કે, તેમની પાસે માત્ર દયા અરજીનો રસ્તો છે. તેમને ક્યૂરેટિવ પિટીશન વિશે જણાવાયું નહોતું.
 • વરિષ્ઠ વકીલ રેબેકા જોને મુકેશ તરફથી વકીલાત કરતા કહ્યું કે, ફાંસીને હાલ અટકાવી દેવામાં આવે.

                               કોર્ટ મુકેશની માંગ ફગાવશેઃ નિર્ભયાની માતા

               તેની અરજી પર બુધવારે દિલ્હી હાઈકોર્ટના જસ્ટિસ મનમોહન અને જસ્ટિસ સંગીતા ધીંગરાની બેંચ સુનાવણી કરી રહી છે. આ સાથે જ નિર્ભયાની માતા આશા દેવીએ કહ્યું કે, આરોપી જે થાય એ કરી લે, પણ હવે આ કેસમાં બધુ સ્પષ્ટ છે. સુપ્રીમ કોર્ટ અને હાઈકોર્ટેથી કંઈ જ છુપુ રહ્યું નથી. આશા છે કે મુકેશની માંગ ફગાવી દેવાશે.
 

                            ફાંસી પહેલા ૧૪ દિવસનો સમય આપવામાં આવેઃમુકેશ

            આરોપી મુકેશે કોર્ટને કહ્યું કે, તેની દયા અરજી દિલ્હીના ઉપરાજ્યપાલ અને રાષ્ટ્રપતિ પાસે છે. જેના નિર્ણય માટે ફાંસી પહેલા તેને ૧૪ દિવસનો સમય આપવામાં આવે. આ પહેલા મંગળવારે સુપ્રીમ કોર્ટે બે આરોપી મુકેશ અને વિનય શર્માની ક્યૂરેટિવ પિટીશન ફગાવી દીધી હતી. ટ્રાયલ કોર્ટે ગત સપ્તાહે તમામ ચાર આરોપીઓ મુકેશ, વિનય, પવન અને અક્ષયનું ડેથ વોરંટ જાહેર કર્યું હતું. જેમાં તિહાર જેલમાં ફાંસી માટે ૨૨ જાન્યુઆરી સવારે ૭ વાગ્યાનો સમય નક્કી કરાયો હતો. હવે આરોપીઓ પાસે માત્ર ૭ દિવસ જ બચ્યા છે

Tags :