02744-220264, 222764       rakhewal@gmail.com
Rakhewal Daily
Rakhewal Daily
Rakhewal Daily
Rakhewal Daily
Rakhewal Daily
Rakhewal Daily
Rakhewal Daily
Home / Gujarat / આબુરોડ નજીક ડીસાવાસીઓની કારને અકસ્માત ઃ બેનાં મોત

આબુરોડ નજીક ડીસાવાસીઓની કારને અકસ્માત ઃ બેનાં મોત   17/05/2019

રાજસ્થાનના આબુરોડ નજીકના ભુજેલા નેશનલ હાઈવે ઉપર ડીસાવાસીઓની કારને નડેલા માર્ગ અકસ્માતમાં ડીસાના બે શખ્સોના કરૂણ મોત નિપજતા અરેરાટી છવાઈ છે. 
મળતી વિગતોદ મુજબ આબુરોડ નજીક ભુજેલા નેશનલ હાઈવે પસાર થાય છે ત્યાંથી સાંજે ૪.૧પ કલાકે પસાર થઈ રહેલી બનાસકાંઠા પાર્સીંગની કાર (નં.જી.જે.૮. બી.બી.૩૩૬૬) ની અચાનક ટ્રક પાછળ ઘુસી જતા ગમખ્વાર માર્ગ અકસ્માત સર્જાયો હતો. અને જેમાં બેના ઘટના સ્થળે જ મોત નિપજ્યા હતા જ્યારે ત્રણ ગંભીર હદે છવાયા હતા. અકસ્માતની જાણ થતા લોકોના ટોળેટોળા ઉમટી પડ્યા હતા અને ઘવાયેલાઓને તાત્કાલિક આબુરોડ ટ્રોમા સેન્ટર ખાતે સારવાર અર્થે ખસેડ્યા હતા. પરંતુ ત્રણેયની હાલત નાજુ કોવાનું જાણવા મળે છે. અકસ્માતની જાણ થતા રોહીડા પોલીસ ઘટના સ્થળે દોડી ગઈ હતી અને કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી. અકસ્માતના સમાચાર વાયુવેગે ડીસા સહિત જીલ્લાભરમાં પ્રસરી ઉઠતા હરકોઈએ આઘાત સાથે અરેરાટી અનુભવી હતી. બનાવના પગલે તેમના પરિવારજનો રાજસ્થાન જવા નીકળી ગયા હોવાનું જાણવા મળે છે.
 
મૃતકોની યાદી 
પ્રકાશભાઈ માંગીલાલ ઠક્કર (ડીસા) ઉ.વ.૪૬
હરેશભાઈ જેસંગભાઈ ખત્રી 
(ડીસા) ઉ.વ.૬ર વર્ષ
 
ઘાયલોની યાદી 
માયાબેન હરેશભાઈ ખત્રી 
(ડીસા) ઉ.વ.પપ)
અમૃતભાઈ શંકરજી ઠક્કર (પાલનપુર) ઉ.વ.પર) 
જય પ્રકાશભાઈ ઠક્કર 
(ડીસા) ઉ.વ.૧૯) 
 

Tags :