ડીસામાં આરોગ્ય વિભાગનો આકસ્મિક દરોડો,મુન્નાભાઈ એમ.બી.બી.એસ.રફુચક્કર

બનાસકાંઠા જિલ્લાના તાલુકા મથક ડીસામાં ઉઘડપગા ડોકટરો પ્રજાના આરોગ્ય સાથે ચેડા કરતા હોવાની ઉઠેલી રાડ ફરિયાદોને પગલે તાલુકા આરોગ્ય અધિકારીએ ટિમ સાથે રિજમેન્ટ વિસ્તારમાં અચાનક દરોડો પાડતાં એમ.બી.બી.એસ.નું બોર્ડ લગાવી બિન અધિકૃત પ્રેક્ટિસ કરતો બોગસ ડોકટર ફરાર થઈ ગયો હતો.
      સમગ્ર બનાસકાંઠાના ગ્રામ્ય વિસ્તારોમાં ઉઘાડપગા  બોગસ  ડોકટરોનો રાફડો  ફાટ્યો છે   જિલ્લાની ગરીબ અને ભોળી પ્રજાના આરોગ્ય સાથે ચેડાં કરતા આ મુન્નાભાઈઓ તબીબી સારવારના નામે  આરોગ્ય વિભાગને પણ ગુમરાહ કરી રહ્યા છે  શહેરી વિસ્તારમાં પણ આવા બોગસ ડોકટરો મોતની હાટડીઓ ખોલી બેઠા છે ત્યારે ડીસાના રિજમેન્ટ વિસ્તારમાં પણ આવા એક મુન્નાભાઈ  સારવારના નામે  હાટડી ખોલી બેઠા હોવાની માહિતી એક જાગૃત નાગરિક દ્વારા  થયેલ જે રજુઆતને ગંભીરતાથી લઈ  ગઈકાલે બુધવારે ડીસા તાલુકા આરોગ્ય અધિકારી જીજ્ઞેશ હરિયાણી તેમની ટિમના આર. બી.એસ.કે. ડૉ. ગઢવી એમ.ઓ., નિરંજનભાઈ ટી.એમ.પી.એચ.એસ. અને ભગવતીબેન કાપડિયા, તાલુકા હેલ્થ વિઝીટર સાથે રિજમેન્ટ વિસ્તારમાં  એમ.બી. બી. એસ. નું  બોર્ડ લગાવી બિન અધિકૃત પ્રેક્ટિસ કરતા   ડો. સંજય કાપડીયાને ત્યાં આકસ્મીક તપાસ હાથ ધરી હતી જો કે તે પહેલાં જ આ મુન્નાભાઈ પોતાની હાટડી બંધ કરી ફરાર થઈ ગયો હતો.પરંતુ તે કસૂરવાર હોવાનું પુરવાર થતા ટીમે ધોરણસરની કાર્યવાહી હાથ ધરી છે.
       ડીસા તાલુકા આરોગ્ય વિભાગની આ કાર્યવાહીથી બોગસ ડોકટરો ફફડી ઉઠ્યા છે  તેથી પ્રજાએ પણ રાહત અનુભવી છે. પરંતુ હજુ પણ ડીસા સહિત આજુબાજુના ગામોમાં અનેક બોગસ ડોકટરો જન આરોગ્ય ખુલ્લેઆમ જોખમાવી રહ્યા છે તેમની ખોટી દવાઓથી કેસ બગડવાના બનાવો પણ બને છે ત્યારે તેમની સામેની આ તવાઈ ચાલુ રહે તેવો સુર આમ પ્રજામાંથી પણ ઉઠવા પામ્યો છે.
  • Sign up
Lost your password? Please enter your username or email address. You will receive a link to create a new password via email.