તમારો મોબાઇલ ફોન ચોરવાનો પ્રયાસ થશે તો એલાર્મ રણકી ઉઠશે

બનાસકાંઠા
બનાસકાંઠા

રખેવાળ ન્યુઝ પાલનપુર : તમે બસમાં મુસાફરી કરી રહ્યા હોવ, ટ્રેનમાં ફોન ચાર્જ મુક્યો હોય અથવા અન્ય સ્થળેથી કોઇ શખ્સ તમારો મોબાઇલ ફોન ચોરવાની કોશિષ કરે ત્યારે તુરંત જ ફોનમાં એલાર્મ રણકી ઉઠે તેવી સુવિધા સાથેની એપ પાલનપુરના યુવકે ૨૬મી જાન્યુઆરના રોજ લોન્ચ કરી છે. તદ્દન વિના મૂલ્યે ઉપયોગમાં લઇ શકાતી આ એપ પ્લે સ્ટોરમાંથી ડાઉનલોડ કરી શકાય છે. આ એપમાં વાયરસ, વાઇફાઇ સિક્યુરિટી, એપ લોકર અને વોલ્ટ, વીપીએન અને સેફ બ્રાઉઝર જેવા ઘણા બધા   ફિચર છે. સતલાસણા તાલુકાના રાણપુરના મુળ વતની અને અત્યારે પાલનપુર ખાતે રહેતા પિયુષકુમાર ચૌધરીએ Cydence Mobile Securityનામની એપ ૨૬ જાન્યુઆરીના રોજ લોંચ કરી હતી. આ એપ્લીકેશન પ્લે સ્ટોરમાંથી વિનામૂલ્યે ડાઉન કરી તેનો વિનામૂલ્યે ઉપયોગ કરી શકાય છે. એપમાં જુદાજુદા ફંકશનનો સમાવેશ કરાયો છે. જેમ કે, એન્ટીથેફટ એલાર્મ થકી તમે  બસમાં મુસાફરી કરી રહ્યા હોવ, ટ્રેનમાં ફોન ચાર્જ મુક્યો હોય, હેડ સેટ ચાલુ હોય ત્યારે અથવા અન્ય સ્થળેથી કોઇ શખ્સ તમારો મોબાઇલ ફોન ચોરવાની કોશિષ કરે ત્યારે તુરંત જ ફોનમાં એલાર્મ રણકી ઉઠશે. જે તમે નક્કી કરેલો પાસવર્ડ ન નાંખો ત્યાં સુધી એલાર્મ ચાલુ જ રહેશે. સ્પાઇવેર ડિટેકટર ફંકશનમાં કોઇપણ પ્રકારની વાઇરસ ધરાવતી એપ્લીકેશન ઇન્સટોલ થયેલી હશે તો તેને ડિટેકટ કરીને બતાવશે. અને મોબાઇલમાંથી કઇ એપ્લીકેશન શુ પરમીશન લઇ રહી છે. તે પણ બતાવશે. ફાઇફાઇ સિક્યુરિટી ફંકશનમાં પબ્લિક પેલેસ વાઇફાઇ યા હોટસ્પોટ વાપરતી વખતે ડેટા ચોરી થતો બચાવે છે. એપલોકર અને વોલ્ટ ફંકશનમાં એપ્લિકેશન લોક અને કોઇપણ ફાઇલને ઇન્ડ્રીટેપ્ડ રીતે સેવ કરી શકાય છે. આ ઉપરાંત બીજા વીપીએન અને સેફ બ્રાઉઝર જેવા ઘણા બધા ફિચર છે.
 
પિયુષકુમાર ચૌધરીએ સાયબર સિક્યુરિટી એક્ષપર્ટ તરીકેનો અભ્યાસ કર્યો છે. તેમણે અને ટીમના મિત્રોએ મળીને છ માસના સમયગાળામાં આ એપ બનાવી હતી. જેને ૨૬મી જાન્યુઆરીના રોજ લોંચ કરી હતી. અને એક જ દિવસમાં ૧૦૦થી વધુ વ્યકિતઓએ આ એપ ડાઉન લોડ કરી હતી.
 
પાલનપુરના યુવકે બનાવેલી આ એપ વિનામૂલ્યે ડાઉન લોડ કરી શકાય છે. અને વિના મૂલ્યે ઉપયોગ પણ થઇ શકે છે. જેનાથી યુવકને કોઇ બેનીફીટ થશે નહી. માત્ર સમાજ સેવા માટે આ એપ બનાવવામાં આવી છે.
 
આધુનિક જમાનામાં સાયબર ક્રાઇમની ઘટનાઓ વધી રહી છે. સાથેસાથે મહિલાઓ સાથે પણ અઘટીત ઘટનાઓ બની રહી છે. ત્યારે મે કરેલા અભ્યાસનો ઉપયોગ સમાજની જાગૃતિ માટે કરી રહ્યો છુ.  જેમાં આગામી સમયે વુમન સેફટી ઉપર પ્રોજેકટ હાથ ધરવામાં આવશે. જેના થકી દુષ્કર્મ, છેડતી, કરપ્શન સહિતની બાબતો ઉપર રોક લગાવી શકાશે.

  • Sign up
Lost your password? Please enter your username or email address. You will receive a link to create a new password via email.