બનાસકાંઠા બેઠકના ભાજપના ઉમેદવાર પરબતભાઇ પટેલ ગુરૂવારે ઉમેદવારી નોંધાવશે

બનાસકાંઠા લોકસભા બેઠકના ભારતીય જનતા પાર્ટીના ઉમેદવાર પરબત ભાઇ પટેલ ૦૪/૦૪/ ૨૦૧૯, ગુરૂવારે ઉમેદવારી પત્ર ભરશે. આ પ્રસંગે પ્રદેશ ભાજપાના અધ્યક્ષ જીતુભાઇ વાઘાણી પણ વિશેષ ઉપસ્થિત રહીને કાર્યકરોને સંબોધશે. 
ચોથી એપ્રીલે ઉમેદવારીપત્ર ભરતાં અગાઉ સવારે ૧૦ઃ૦૦ કલાકે જોડનાપુરા બસ સ્ટેન્ડની સામે, ડીસા-પાલનપુર હાઇવે, ઝાયકા હોટેલની સામે જિલ્લાના ભારતીય જનતા પાર્ટીના કાર્યકરો, તમામ સમાજના આગેવાનો, સહકારી આગેવાનો અને મતદાર ભાઇઓ-બહેનોનું વિશાળ સંમેલન મળશે. 
આ પ્રસંગે કેન્દ્રીયમંત્રી હરિભાઇ ચૌધરી, પૂર્વ મંત્રી અને ભાજપાના જીલ્લા પ્રમુખ કેશાજી ચૌહાણ, ગુજરાત સરકારના પૂર્વમંત્રી અને બનાસ ડેરીના ચેરમેન શંકરભાઇ ચૌધરી, ધારાસભ્ય શશીકાંત પંડયા, ગુજરાત વેરહાઉસિંગ બોર્ડના ચેરમેન મગનભાઇ માળી, સહિત વિવિધ આગેવાનો ઉપસ્થિત રહીને સંમેલનને સંબોધશે. 
  • Sign up
Lost your password? Please enter your username or email address. You will receive a link to create a new password via email.