02744-220264, 222764       rakhewal@gmail.com
Rakhewal Daily
Rakhewal Daily
Rakhewal Daily
Rakhewal Daily
Rakhewal Daily
Rakhewal Daily
Rakhewal Daily
Home / અરવલ્લી / ગુજરાત કોંગ્રેસ પ્રમુખ અમિત ચાવડા પીવાના પાણીની તંગી ના નિરીક્ષણ માટે અરવલ્લી ની મુલાકાતે

ગુજરાત કોંગ્રેસ પ્રમુખ અમિત ચાવડા પીવાના પાણીની તંગી ના નિરીક્ષણ માટે અરવલ્લી ની મુલાકાતે   11/05/2019

      અરવલ્લી જીલ્લાના અંતરિયાળ વિસ્તારોમાં પીવાના પાણીની સમસ્યા વિકરાળ સ્વરૂપ ધારણ કરી રહી છે જીલ્લા પ્રભારી સચિવ જાદવે વહીવટી તંત્ર સાથેબેઠક યોજી હતી જીલ્લાના અંતરિયાળ વિસ્તરોમાં વિકટ બનેલી પાણીની સમસ્યામાં રાજકારણ ઉમેરાયું છે ભાજપના જીલ્લા પ્રભારી રમણલાલ પાટકરે પક્ષના અગ્રણીઓ અને હોદ્દેદારો સાથે બેઠક યોજ્યા બાદ ગુજરાત પ્રદેશ પ્રમુખ અમિત ચાવડા શામળાજી મંદિરમાં શામળિયા ભગવાનને માથું ટેકવી પાણીની તંગીથી પીડાતા અંતરિયાળ ગ્રામ્ય વિસ્તારોની મુલાકાત લઈ પ્રજાજનોને હૈયાધારણા આપી હતી બાયડના ધારાસભ્ય ધવલસિંહ ઝાલાની ગેરહાજરી થી અનેક તર્ક-વિતર્ક સર્જાયા હતા
           ગુજરાત પ્રદેશ પ્રમુખ અમિત ચાવડાએ મોડાસાના ધારાસભ્ય રાજેન્દ્રસિંહ ઠાકોર અને ભિલોડાના ધારાસભ્ય ર્ડો .અનિલ જોષીયારા અને જીલ્લા પ્રમુખ સહીત કોંગ્રેસના અગ્રણીઓ અને કાર્યકરો સાથે પીવાના પાણીથી વંચિત વિસ્તારોની મુલાકાત લઈ પ્રજાજનોને સાંભળ્યા હતા ભિલોડાના ડોડીસરા ગામે હેંડપંપ જાતે હલાવી પાણી કાઢવાનો પ્રયત્ન કરતા પાણી ન નીકળતા સરકાર સામે આકરા પ્રહારો કર્યા હતા અન્ય હાથિયા ગામે પણ મહિલાઓની પાણીની વેદના સાંભળી હતી અમિત ચાવડાએ પ્રેસ કોન્ફરન્સ કરી ભાજપ પર આકરા પ્રહારો કરી ખેડૂતોના મત મેળવી ખેડૂત લૂંટાઈ રહ્યો છે ખેડૂતોને લૂંટવાનો પરવાનો આપી રહી છે રાજ્યમાં મગફળી કૌભાંડ,તુવેર કૌભાંડ અને છેલ્લા ત્રણ દિવસ થી ખાતર કૌભાંડ બહાર આવ્યું છે જેમાં ખેડૂતોને ખુલ્લેઆમ કંપની દ્વારા છેતરપિંડી કરવામાં આવી હોવાની સાથે બે વર્ષમાં ૫૦૦ કરોડ થી વધુનું કૌભાંડ બહાર આવ્યું છે અને આ કૌભાંડ ઓર્ગેનાઇઝડ ક્રાઈમ હોવાનું જણાવ્યું હતું  

Tags :