કાશીમાં લાગ્યા પોસ્ટર, 'ગુજરાતીઓ સે બેર નહિ, અલ્પેશ ઠાકોર તેરી ખેર નહિ'

ગુજરાતમાં મજૂરોના થઈ રહેલા પલાયનમાં કોંગ્રેસ નેતા અલ્પેશ ઠાકોરનો ભડકાઉ વીડિયો સામે આવ્યા બાદ એક તરફ સુશીલ મોદી રાહુલ ગાંધીને તેમની સામે કાર્યવાહી કરવાની માંગ કરી રહ્યા છે. બીજી તરફ ભાજપને બદનામ કરવાના ષડયંત્રનો આરોપ લગાવીને કોંગ્રેસ નેતા અલ્પેશ ઠાકોર સામે પ્રદર્શન કરી પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીના સંસદીય ક્ષેત્રમાં તેમને નવરાત્રિ પર દશાનન રાવણ બનાવી પોસ્ટર જાહેર કર્યા છે. આ પોસ્ટરમાં એક તરફ ગુજરાતના સીએમ વિજય રૂપાણીનો ફોટો છે. પોસ્ટર પર લખ્યુ છે કે, 'ગુજરાતીઓ સે બેર નહિ, અલ્પેશ ઠાકોર તેરી ખેર નહિ.'
 
પોસ્ટર લગાવનાર શ્રીપતિએ જણાવ્યુ કે નવરાત્રિના સમયે કોંગ્રેસના ધારાસભ્ય અલ્પેશ ઠાકોર અને તેમના સમર્થકોએ જે રીતે બિહાર અને ઉત્તર ભારતના રહેવાસીઓ પર હુમલા કરાવ્યા છે. તે સરકારને બદનામ કરવાનું ષડયંત્ર છે. આ વખતે દશેરા પર સીએમ વિજય રૂપાણી રાવણ રૂપી અલ્પેશને મુક્તિ અપાવી દેશને એક સારો સંદેશ આપશે.
 
ભારતીય જનતા યુવા મોરચાના સભ્યોએ કોંગ્રેસ ધારાસભ્ય અલ્પેશ ઠાકોરનો વિરોધ કરીને વારાણસીના તહસીલ, કચેરી, અર્દલી બજાર, શિવપુર, કેન્ટ સહિત ઘણા વિસ્તારોમાં પોસ્ટર લગાવ્યા છે. શહેરમાં અલગ અલગ રૂટ પર ચાલતી પેસેન્જર ગાડીઓ પર પણ અલ્પેશ ઠાકોરના રાવણ રૂપી પોસ્ટર લગાવાયા છે.
  • Sign up
Lost your password? Please enter your username or email address. You will receive a link to create a new password via email.