અરવલ્લી જીલ્લા સહીત મોડાસા શહેરમાં ચોર લૂંટારુ ગેંગ સક્રિય થતા પ્રજાજનો ફફડી ઉઠ્યા છે મોડાસાના ગણેશપુર (હજીરા) વિસ્તારમાં આવેલી ઓટોમોબાઇલ્સ ની દુકાનમાં તસ્કરો ત્રાટકી દુકાનમાં રહેલા રૂ.૧૮૮૦૦૦/- ના ૨૦ ટ્રક ટાયર લૂંટી ફરાર થઈ જતા ભારે ચકચાર મચી હતી ચોરીની ઘટનાની જાણ મોડાસા ટાઉન પોલીસને થતા તાબડતોડ ઘટનાસ્થળે પહોંચી કાયદેસરની કાર્યવાહી હાથધરી હતી.
મોડાસા શહેર ટ્રક-ટ્રાન્સપોર્ટ ના ધંધા સાથે મોટા પ્રમાણમાં સંકળાયેલું હોવાથી હજ્જારોની સંખ્યામાં ટ્રક ધરાવે છે મોડાસા શહેરના ગણેશપુર (હજીરા) વિસ્તારમાં ટ્રક રીપેરીંગ સાથે સંકળાયેલી અનેક દુકાનો આવેલી છે ગણેશપુર (હજીરા) વિસ્તારમાં ટ્રક ટાયરની મુસાફિર ઓટોમોબાઇલ્સ ની દુકાન ધરાવતા
મોં.હનીફ જીવાભાઈ મોડાસીયા ની દુકાનમાં મંગળવારે રાત્રીના સુમારે ચોર-લૂંટારુ ગેંગે ત્રાટકી દુકાનનું શટર અને લોક તોડી દુકાનમાં રહેલા અપોલો કંપનીના ટ્રક ટાયર નંગ-૬ અને એમ.આર.એફ કંપનીના ટ્રક ટાયર નંગ-૧૪ મળી કુલ ટ્રક ટાયર નંગ-૨૦ કીં.રૂ.૧૮૮૦૦૦/- ની લૂંટ ચલાવી ફરાર થઈ જતા ચકચાર મચી હતી લૂંટની ઘટનાની જાણ મોડાસા ટાઉન પોલીસને કરાતા ઘટનાસ્થળે ધસી આવી તપાસ હાથધરી હતી મોડાસા ટાઉન પોલીસે મોં.હનીફ જીવાભાઈ મોડાસિયાની ફરિયાદના આધારે અજાણ્યા ચોર ઈસમો સામે લૂંટની ફરિયાદ નોંધી ઝડપી પાડવા ચક્રો ગતિમાન કર્યા હતા.