02744-220264, 222764       rakhewal@gmail.com
Rakhewal Daily
Rakhewal Daily
Rakhewal Daily
Rakhewal Daily
Rakhewal Daily
Rakhewal Daily
Rakhewal Daily
Home / Gujarat / ડીસામાં ઉજળિયાત કોમની યુવતી સાથે 'પ્રેમ' મામલે યુવકનું અપહરણ ? પોલીસે ભીનું સંકેલ્યું...?

ડીસામાં ઉજળિયાત કોમની યુવતી સાથે 'પ્રેમ' મામલે યુવકનું અપહરણ ? પોલીસે ભીનું સંકેલ્યું...?   12/06/2019

બનાસકાંઠામાં પ્રેમ પ્રકરણોમાં પણ અમાનુષી અત્યાચારો ગુજારી કાયદો હાથમાં લેવાની ઘટનાઓ પોલીસ માટે પડકાર રૂપ બની રહી છે અને આવા તત્વોને પાઠ ભણાવવા પોલીસ પણ કડકાઇના દાવા કરી રહી છે.જોકે તાજેતરમાં જ ડીસામાં ઉજળિયાત કોમની એક યુવતી સાથે પ્રેમ સંબંધ મામલે ઉશ્કેરાયેલા ટોળાએ ડીસાના રિજમેન્ટ રોડ પરથી યુવકનું અપહરણ કરતાં ચકચાર મચી ગઇ હતી.આ મામલે ભારે ઉહાપોહ પણ સર્જાયો હતો.કાયદો હાથમાં લેવાની આ કથિત ઘટના પોલીસ માટે પડકારરૂપ હોવા છતાં ડીસા પોલીસે આ મામલે ગોદડી ગોટે વાળી ભીનું સંકેલી લીધું હોવાની વાતો વહેતી થઈ છે અને આવડી મોટી ઘટના પર ઇરાદાપૂર્વક પડદો પાડવાની પોલીસની નીતિરીતિ પણ ચર્ચાસ્પદ બની છે ત્યારે આ મામલો તુલ પકડે તે પૂર્વે જિલ્લા પોલીસ અધિક્ષક ડીસા પોલીસના કાન આમળી સાચી વિગતો બહાર લાવે તે ઇચ્છનીય છે.

Tags :