નેનાવા ગામે બંધ મકાનમાંથી લાખોની મત્તાની ચોરી થતાં ગ્રામજનો ભયભીત

 ધાનેરા બનાસકાંઠા જિલ્લાના નેનાવા ગામે અજાણ્યા ઈસમોએ બંધ મકાનને નિશાન બનાવી લાખો રૂપિયાની ચોરી કરતા ચકચાર મચી જવા પામી છે તો બીજી તરફ ગામ લોકો જાગી જતા ચોરી કરવા આવેલા ઈસમો બાઈક મૂકી ને નાસી  ગયા હતા. ધાનેરા તાલુકાના નેનાવા ગામે ગતરાત્રે કોઈ અજાણ્યા ઈસમોએ બંધ મકાનને નિશાન બનાવ્યા હતા. અને મકાનોના તાળા તોડી તેમાં પડેલ રોકડ અને દાગીનાની ચોરી કરતા ચકચાર મચી જવા પામી છે. મકાન મલિક મંજુબેન ઘરે એકલા હોવાથી રાત્રે સુવા માટે બાજુના ઘરે ગયા હતા. તે સમયે તસ્કરોએ આ મકાનને નિશાન બનાવી તેમાં ચોરી કરી હતી. જ્યારે મકાન માલિક સવારે ઘરે આવ્યા અને જોયું તો ખબર પડી કે તેમના ઘરે ચોરી થઈ છે. મકાન માલિકે  તાત્કાલિક ધાનેરા પોલીસને જાણ કરી હતી અને મીડિયા સાથેની વાતચીતમાં જણાવ્યું હતું કે, મારા ઘરમાંથી અંદાજે દાગીના અને રોકડ સહિત ૨.૫૦ લાખની વસ્તુઓ તસ્કરો
ચોરી ગયા છે. ત્યારે અન્ય એક બંધ મકાનને આ તસ્કરો ટાર્ગેટ બનાવી તેમાં પણ ચોરી કરી હતી. વહેલી સવારે ચોકીદાર અને ગ્રામજનો જગ્યા ત્યારે એક ઈસમ શંકાસ્પદ હાલતમાં ઉભો હતો. ત્યારે ચોકીદારે આ યુવકને પકડવાની કોશિશ કરતા યુવક બાઈક મૂકી ફરાર થઈ ગયો હતો. ત્યારે ગામ લોકોએ બાઈકનેનાવા ચેકપોસ્ટ ઉપર જમા કરાવ્યું હતું. નેનાવા ગામમાં રાત્રે ચોરી થઈ છે ગામ લોકો દ્વારા પોલોસને જાણ પણ કરવામાં આવી છે.  બપોરેના બે વાગવાનો સમય થયો હોવા  છતાં પણ  હજુ સુધી પોલીસ ઘટના સ્થળે ફરકી જ ન હતી  ત્યારે ગામ લોકોએ પોલીસ પર આક્ષેપ કરતા જણાવ્યું હતું કે. છેલ્લાં ૨૫ દિવસમાં અમારા ગામમાં ૧૦ કરતા વધુ ચોરીઓ થઈ છે. જેમાં મંદિર અને દેરાસરનો પણ સમાવેશ થાય છે અને વધુમાં ગામ લોકોએ જણાવ્યું હતું કે, પોલીસ આવે તો છે પણ આંટો મારી પરત જતી રહે છે અને ચોરીનો કોઈ જ ઉકેલ આવતો નથી માટે હવે તો અમને પણ ડર લાગે છે કે કેવી રીતે રહેવું. અત્યારે ભારત અને પાકિસ્તાન વચ્ચે ચાલી રહેલા ઘર્ષણને લઈ ગુજરાત સહિત આંતરરાષ્ટ્રીય બોર્ડર ઉપર સઘન સુરક્ષા તંત્ર દવા કારી રહ્યું છે ત્યારે નેનાવા ગામ પણ બોર્ડર ઉપર આવેલું ગામ છે તો આ ગામમાં સુરક્ષાનો અભાવ કેમ ?નેનાવા ગામમાં વસવાટ કરતા જૈનો મોટાભાગે બહાર રહે છે અને તેમના મકાન નેનાવા ગામે બંધ પડ્‌યા છે. તસ્કરો આ બંધ મકાનને નિશાન બનાવી રહ્યા છે. તો અન્ય સખ્શો પણ આ બંધ મકાનને નિશાન બનાવી અન્ય કૃત્ય આચરે તો નવાઈની 
વાત નથી.
  • Sign up
Lost your password? Please enter your username or email address. You will receive a link to create a new password via email.