02744-220264, 222764       rakhewal@gmail.com
Rakhewal Daily
Rakhewal Daily
Rakhewal Daily
Rakhewal Daily
Rakhewal Daily
Rakhewal Daily
Rakhewal Daily
Home / રાષ્ટ્રીય / મોદી સરકારએ લીધો મોટો નિર્ણય, LPG સિલિન્ડરની કિંમતમાં થયો ઘટાડો

મોદી સરકારએ લીધો મોટો નિર્ણય, LPG સિલિન્ડરની કિંમતમાં થયો ઘટાડો   01/01/2019

નવા વર્ષ પર મોદી સરકારે દેશવાસીઓને ભેટ આપી છે. સરકારે ગેસ સિલીન્ડરની કિંમતમાં ઘટાડો કરવાનો નિર્ણય કર્યો છે, જેનાથી જાહેર જનતાને ઘણી રાહત મળશે. સરકારનો આ નિર્ણય 1 જાન્યુઆરી 2019થી લાગૂ થઇ જશે.
 
સબસીડી વગરના સિલિન્ડરના ભાવમાં રૂ.120.50નો ઘટાડો થયો છે. આ સિલિન્ડર અત્યાર સુધીમાં 809.50 રૂપિયામાં મળી રહ્યો હતો. જે ઘટીને 689 રૂપિયા થઇ ગયો છે.
 
ત્યાં જ સબસિડીવાળા સિલિન્ડરના ભાવ પણ ઘટાડવામાં આવ્યા છે. સબસીડીવાળા સિલિન્ડર 5.91 રૂપિયા સસ્તા કરવામાં આવ્યા છે. અત્યાર સુધીમાં સબસીડીવાળા સિલિન્ડરની કિંમત 500.90 હતી, જે 494.99 રૂપિયા થઇ ગઇ છે.
 
તમને જણાવી દઇએ કે, એલપીજીની સરેરાશ આંતરરાષ્ટ્રીય બેંચમાર્ક દર અને વિદેશી મુદ્રા વિનિમય દરને ધ્યાને રાખી એલપીજી સિલિન્ડરના ભાવ નક્કી થાય છે, જેના આધારે સબસીડી રાશીમાં દર મહિને બદલાવ થાય છે. 

Tags :