ઢીમા ગામે માથાભારે તત્વોએ નરેગા યોજનાનો શેડ તોડી પાડ્યો

સુપ્રસિધ્ધ યાત્રાધામ ઢીમા નગરે વિકાસના કામો પૂરઝડપે ચાલી રહ્યા છે. ત્યારે સ્વચ્છ ભારત મિશન અંતર્ગત અંદાજે રૂપિયા બે લાખના ખર્ચે ઘન કચરાના નિકાલ માટે એક સુંદર શેડ ઢીમા પંચાયતની સર્વે નં. ૧ર૩૬ માં બનાવાયો હતો. જા કે સરકારના બે લાખ રૂપિયા ખર્ચે બનાવેલા આ શેડનો વાવ મનરેગા કચેરી તરફથી વર્કઓર્ડર મળ્યો હતો. કામ પણ પરિપૂર્ણ થઈ ગયુ હતું. આ કામનું હજુ પંચાયતને બિલનું પણ ચુકવણુ કરાયું નથી. તેવામાં માથાભારે તત્વોના ટોળાએ એકસાથે મળી શેડને તોડી પાડ્યો હતો. જેથી ઢીમા નગરના તા.પંચાયતના સદસ્ય ત્રિભોવનભાઈ મોહનદાસ સાધુએ ઉચ્ચસ્તરે રજુઆત કરતાં જિલ્લા કક્ષાએથી ઉચ્ચ અધિકારીઓ ઢીમા નગરે દોડી આવ્યા હતા. આ મુદ્દે ત્રિભોવનદાસ મોહનદાસ માથાભારે તત્વો વિરૂધ્ધ પોલીસ ફરિયાદ કરે તેવા ભણકારા વાગતા માથાભારે તત્વોમાં દોડધામ મચી ગઈ છે.
  • Sign up
Lost your password? Please enter your username or email address. You will receive a link to create a new password via email.