ડીસા રાજમંદિર પાસે કૂતરું વચ્ચે આવતા અકસ્માતમાં એકટીવા ચાલક યુવતીનું કરૂણ મોત

ડીસાના રાજ મંદિર પાસે શ્વાન વચ્ચે આવતા એકટીવા ચાલક યુવતીએ શોર્ટ બ્રેક મારતા પટકાઈ હતી પરિણામે યુવતી ગંભીર રીતે ઘવાઈ હતી યુવતીને સારવાર માટે ડીસાની હોસ્પિટલમાં ખસેડાયા બાદ વધુ સારવાર માટે મહેસાણા ખસેડવામાં આવી હતી. જ્યાં તેનું સારવાર દરમિયાન મોત નીપજતા પરિવારમાં  આક્રંદ મચ્યો હતો.
 
ડીસાના જૈન નગર સોસાયટી ખાતે રહેતી 21 વર્ષીય કિંજલબેન દિનેશભાઈ ઠક્કર મંગળવારે સવારે તેની નાની બહેન ને મુકવા એકટીવા પર  રાજ મંદિર પાસે આવી હતી તેની નાની બહેન ને રાજમંદિર છોડ્યા બાદ તે પરત થઇ હતી આ દરમિયાન રાજ મંદિર  પાસે આવેલ પુલ પાસેથી પસાર થતા વચ્ચે શ્વાન આવતા તેને શોર્ટ બ્રેક મારી હતી.જેથી યુવતી ગંભીર હદે પટકાઈ હતી. બનાવના પગલે લોકોના ટોળેટોળા ઊમટી પડયા હતા.ઘાયલ યુવતીને સારવાર માટે ડીસાની ભણસાલી હોસ્પિટલમા ખસેડાઇ હતી.જોકે તેને વધુ સારવાર માટે મહેસાણા ખસેડવામાં આવી હતી જ્યાં તેનું સારવાર દરમ્યાન મોત નિપજતા પરિવારમાં આક્રંદ મચ્યો હતો
  • Sign up
Lost your password? Please enter your username or email address. You will receive a link to create a new password via email.