02744-220264, 222764       rakhewal@gmail.com
Home / રાષ્ટ્રીય / યુવતીને સાપે ડંખ માર્યો તો તે કાંડા પર સાપ લપેટીને હોસ્પિટલ પહોંચી ગઈ

યુવતીને સાપે ડંખ માર્યો તો તે કાંડા પર સાપ લપેટીને હોસ્પિટલ પહોંચી ગઈ   02/08/2018

ચીનની હોસ્પિટલમાં એક યુવતી અચાનક હાથમાં સાપ લઈને પહોંચી ગઈ હતી. આ મહિલાએ કહ્યું કે તેને પોતાનો ઈલાજ કરાવવો છે કારણકે તેના હાથ પર બેસેલા સાપે તેને કરડી લીધો છે. ચાઈના ડેઇલીના સમાચાર મુજબ આ ઘટના ઝેજિયાંગ પ્રાંતના પુજિન્ગ કાઉન્ટીની હોસ્પિટલમાં રવિવારે 29 જુલાઈએ બની હતી. મહિલાની જાણકારી મુજબ આ સાપ અચાનક તેના કાંડા પર વીંટાળાઈ ગયો અને તેન કરડી લીધું હતું.
 
ચાઈના ડેઇલીએ મહિલાના હોસ્પિટલ આવવા અને ત્યાં હાજર લોકોના રિએક્શનની ઘટનાનો આખો વીડિયો પોતાના ફેસબુક પેજ પર શેર કર્યો છે જે જોતજોતામાં વાયરલ થઇ ગયો. આ ચીની મહિલાની બહાદુરી સોશિયલ મીડિયા પર ચર્ચાનો વિષય બની ગયો છે. વીડિયોમાં સાફ દેખાય છે કે કેવી રીતે સાપ લઈને તેણી ડર્યા વિના હોસ્પિટલ પહોંચી અને ફોર્મ ભરવા જેવી કાગળની જરૂરી કાર્યવાહી પણ પુરી કરી.
 
જોકે પછીથી સ્પષ્ટતા થઈ હતી કે મહિલા કાંડામાં જે સાપને વીંટાળીને લાવી હતી તે ઝેરી નહોતો. આ મહિલાએ ઘણી જ બહાદુરી સાથે આ 1.5 મીટર લાંબા સાપને પકડી રાખ્યો હતો. ચીનમાં હોસ્પિટલમાં હાજર લોકો સહિત સોશિયલ મીડિયા પર લોકો આ નજારો જોઈને હેરાન રહી ગયા હતા.

Tags :