02744-220264, 222764       rakhewal@gmail.com
Home / પાટણ / પાટણ હેમચંદ્રાચાર્ય યુનિવર્સીટીના પત્રકારત્વ વિભાગે વૃક્ષારોપણ કર્યું

પાટણ હેમચંદ્રાચાર્ય યુનિવર્સીટીના પત્રકારત્વ વિભાગે વૃક્ષારોપણ કર્યું   29/08/2018

 
 
 
 
 
પાટણ 
પાટણ સ્થિત હેમચંદ્રાચાર્ય ઉત્તર ગુજરાત યુનિવર્સીટીના પત્રકારત્વ વિભાગ દ્વારા વૃક્ષારોપણ કાર્યક્રમ કરવામાં આવ્યો હતો.જેમાં વિભાગના અધ્યક્ષ, શિક્ષક અને વિદ્યાર્થીઓ દ્વારા લીમડો, લીંબોડી, જાંબુસહીતના વૃક્ષોની તરુયાત્રા કાઢી હતી, ત્યારબાદ વૃક્ષારોપણ કરી આ વૃક્ષોનું પૂજન કરી અને તેની રક્ષા કરાય તે માટે તેને રાખડી બાંધી જતન કરવાનું વચન લીધું હતું.
વર્તમાન સમયની સૌથી સળગતી સમસ્યા છે ગ્લોબલ ર્વોમિંગ.આ સમસ્યાનું એક જ સમાધાન છે વૃક્ષારોપણ,તે દિશામાં આગળ વધવા જનજાગૃતિ જરૂરી છે ત્યારે શાળાથી લઇ મહાશાળા અને મેટ્રો સીટીથી લઇ છેવાડાના ગામડા સુધી સૌ કોઈ આ મહાભિયાનમાં જોડાય ત્યારે જ આ કોન્ક્રીટના વધતા જંગલો ની વચ્ચે વૃક્ષ આચ્છાદિત જંગલો જોવા મળશે. આવા ઉમદા વિષય પરત્વે પત્રકારત્વ વિભાગે પણ વૃક્ષારોપણ કર્યું અને એટલું જ નહિ તેમાં પણ જીવ છે,તે પણ ભગવાનનું સ્વરૂપ છે તે દર્શાવવા માટે "વૃક્ષ માં વાસુદેવ છે"ધરુંમાં ધરણીધર છે" તેવા સુત્રો સાથે તરુયાત્રા કાઢી હતી.
વૃક્ષારોપણ તો ચોમાસા દરમ્યાન થતું હોય છે, પરંતુ ત્યારબાદ તેની જાળવણી કેવી રીતે કરવી તે પણ અગત્યનું છે ત્યારે રક્ષાબંધનનું પર્વ જેમ ભાઈની રક્ષાના આશીર્વાદ માટે બહેન રાખડી બાંધે છે તેમ આજે પત્રકારત્વ વિભાગના વિદ્યાર્થી ઓએ પણ વૃક્ષારોપણ બાદ તેમને રાખડી બાંધી હતી અને તેને ઉછેરવાની પણ જવાબદારી લીધી હતી. 
સમગ્ર કાર્યક્રમનું સંકલન પત્રકારત્વ વિભાગના શિક્ષક ભરત ચૌધરીએ કર્યું હતું અને વિદ્યાર્થીને ગ્લોબલ ર્વોમિંગની અસરો વિષે સમજાવ્યું હતું.આ ઉપરાંત ગામડાઓ સુધી આ સંદેશ પહોચે તે માટે વિધાર્થીઓને પણ સક્રિય ભૂમિકામાં રહેવા જણાવ્યું હતું. 

Tags :