02744-220264, 222764       rakhewal@gmail.com
Home / બનાસકાંઠા / થરાદના ચારડા નજીક કારની ટક્કરે બાઈકચાલકનું મોત

થરાદના ચારડા નજીક કારની ટક્કરે બાઈકચાલકનું મોત   08/08/2018

પોલીસસુત્રોએ જણાવ્યું હતું કે વાવ તાલુકાના માવસરી ગામના ગૌતમભાઇ જીવણજી સોની પોતાનું ય્ત્ન૦૮મ્ન્ ૫૩૪૭ નંબરનું મોટરસાયકલ લઇને થરાદ તરફ આવી રહ્યો હતો.મંગળવારની બપોરના અઢી વાગ્યના સુમારે થરાદ વાવ રોડ પર આવેલા ચારડા ગામના પાટીયા પાસે અન્ય વાહનની ઓવરટેક કરવાની લ્હાયમાં બેફામ સ્પીડે આવી રહેલી ય્ત્ન૧૮છઢ ૦૩૫૮ નંબરની કારના ચાલકે ટક્કર મારી હતી. આથી આથી ગૈતમભાઇ રોડ પર પટકાવાના કારણે તેમને માથામાં ગંભીર ઇજા થવા પામી હતી.જેમનું સારવાર મળે તે પુર્વે જ કરૂણ અને કમકમાટી ભર્યું મોત નિપજ્યું હતું.જેમના મૃતદેહને શહેરની સરકારી હોસ્પીટલમાં પી.એમ.બાદ તેમના વાલી વારસોને સોંપાયો હતો. 
 
આ બનાવની મૃતકના ફુઆ દિનેશભાઇ માવાજી સોની રહે. થરાદ રાજેન્દ્ર નગરનાઓએ થરાદ મથકમાં ફરીયાદ નોંધાવતાં પોલીસે નાસી છુટેલા કારચાલક સામે ગુનો દાખલ કરી વધુ કાર્યવાહી હાથ ધરી હતી. થરાદ સાંચોર રોડ પર સોમવારની સવારે એક કાળમુખા ટ્રેલરનાં પૈડાં તળે કચડાયેલા યુવકના મોત નિપજયાની કરૂણાંતિકા વચ્ચે મંગળવારની બપોરે વાવ થરાદ રોડ પર અન્ય વાહનની ઓવરટેક કરવાની લ્હાયમાં બેફામ દોડી રહેલી કારે યુવકનો ભોગ લેતાં થરાદ વાવ પંથકમાં અરેરાટી સાથે ચકચાર મચવા પામી હતી.શહેરના સોની બજારે ઘટનાના પગલે પોતાની દુકાનો બંધ કરી દઇને શોક પ્રક્ટ કર્યો હતો.

Tags :