પાકવીમો, વીજબીલ, નુકશાની પેકેજ માટે ધાનેરા તાલુકાના ખેડુતોનો સંઘર્ષષ્ઠ

ધાનેરા : ધાનેરા પંથકમાં ખેડુતોને વિવિધ બાબતે હાલાકી, મુશ્કેલી અને દયનીય પરિસ્થિતિ પેદા થઇ છે. વધુ વરસાદથી પાક નુકશાન છતાં પાકવીમો મળતો નથી. આ સાથે વપરાશ નહિ છતાં વીજબીલ સામે નારાજગી બની છે. સમગ્ર બાબતે ધાનેરા તાલુકા કિશાન સંઘ દ્રારા ખેડુતોને સ્પર્શતા ૯ મુદ્દા સાથે સ્થાનિક તંત્રને રજૂઆત કરવામાં આવી છે. ખેડુતોએ મોટી સંખ્યામાં એકઠા થઇ હમારી માંગે પુરી કરોના નારા સાથે સંઘર્ષ શરૂ 
કર્યો છે. ધાનેરા તાલુકામાં ખેડુતો છેલ્લા કેટલાક સમયથી આર્થિક ફટકારનો સામનો કરી રહ્યા છે. સને-૨૦૧૫ અને ૨૦૧૭માં પુર હોનારતના કારણે તેમજ સને-૨૦૧૬ અને ૧૮માં દુષ્કાળના લીધે ખેડૂતો મુશ્કેલીમાં મુકાઇ ગયેલ છે. જેથી હજારો હેક્ટરનો પાક નિષ્ફળ ગયો હતો.હવે વળી, ૨૦૧૯માં શરૂઆતમાં સારો વરસાદ હોઇ ખેડૂતોએ ખેતરમાં ખર્ચ કરી વાવણી કરી હતી. જોકે નવરાત્રી દરમ્યાન પાછોતરો વરસાદ પડતા ઉભો પાક નાશ થયો છે. જેનાથી ખેડુતોને ફટકા ઉપર ફટકા પડી રહ્યા છે.આવી પરિસ્થિતિ વચ્ચે ધાનેરા તાલુકા કિશાન સંઘે સતત કુદરતીથી આફતોનોભોગ બનતા ખેડૂતોને સરકાર દ્રારા યોગ્ય પેકેજ અપાવવા માંગણી કરી છે.આ સમયે વી.કે.કાગ પ્રમુખ રાષ્ટ્રીય કિસાન સંગઠન-ધાનેરા,કાળુભાઇ તરક જીલ્લા સદસ્ય રાષ્ટ્રીય કિસાન સંગઠન-ધાનેરા, નવાભાઈ પી મુજી મંત્રી, રાષ્ટ્રીય કિસાન સંગઠન-ધાનેરા તેમજ કારોબારી સમિતિના સભ્યો હાજર રહેલા હતા.
  • Sign up
Lost your password? Please enter your username or email address. You will receive a link to create a new password via email.