02744-220264, 222764       rakhewal@gmail.com
Rakhewal Daily
Rakhewal Daily
Rakhewal Daily
Rakhewal Daily
Rakhewal Daily
Rakhewal Daily
Rakhewal Daily
Home / મહેસાણા / મહેસાણા મામલતદાર કચેરીમાં ચૂંટણીકાર્ડ કચરામાં ફેંકી દેવાયાં

મહેસાણા મામલતદાર કચેરીમાં ચૂંટણીકાર્ડ કચરામાં ફેંકી દેવાયાં   13/03/2019

 
 
 
 
 
                  મહેસાણા મામલતદાર કચેરી સંકુલમાં આવેલા ડ્રાઇવરના રૂમની પાછળ કચરામાં ફેંકી દેવાયેલી હાલતમાં ચૂ઼ંટણીકાર્ડનો જથ્થો મળી આવતાં તંત્ર ચોંકી ઊઠ્‌યું હતું. જોકે, આ ચૂંટણીકાર્ડ જૂના હતા. જેમાં મહેસાણાના નાગલપુર, પ્રશાંત સિનેમા નજીક, કસ્બા, ગોઝારિયાના સરનામા હતા. ફોટો આઇડી મતદાર લેવા ન આવ્યા કે વિતરણમાં સરનામે મતદાર જ ન મળતા પરત આવેલા છે કે ભૂલ ભરેલા છે કે પછી વિતરણ વગર જ નિકાલ કરી દેવાયો તે તપાસનો વિષય છે. આ અંગે મામલતદાર કે.એમ. પટેલને પૂછતાં તેઓ સ્થળ પર દોડી જઇ ચકાસણી કરી હતી. તેમણે કહ્યું કે, જૂનાં કાર્ડ છે. જોકે, હાલ નવો સ્ટાફ છે, જૂના વખતમાં નિકાલ થયો હોઇ શકે, આ રીતે કોણે નિકાલ કર્યો તેની તપાસ કરાશે.

Tags :