02744-220264, 222764       rakhewal@gmail.com
Rakhewal Daily
Rakhewal Daily
Rakhewal Daily
Rakhewal Daily
Rakhewal Daily
Rakhewal Daily
Rakhewal Daily
Home / રાષ્ટ્રીય / IASની તૈયારી કરી રહેલી શિક્ષિકાને નેટ પરીક્ષા ક્વોલિફાઈ ના કરવાનો લાગ્યો આઘાત, ફાંસો ખાયી પોતાનું જીવન ટૂંકાવી લીધું

IASની તૈયારી કરી રહેલી શિક્ષિકાને નેટ પરીક્ષા ક્વોલિફાઈ ના કરવાનો લાગ્યો આઘાત, ફાંસો ખાયી પોતાનું જીવન ટૂંકાવી લીધું   21/01/2019

આઈએએસની તૈયારી કરી રહેલી શિક્ષિકાને નેટ પરીક્ષા ક્વોલિફાઈ ના કરવાનો એટલો ઊંડો આઘાત લાગ્યો કે, તેણે તેના ઘરમાં સ્ટોર રૂમમાં ફાંસો ખાઈને આત્મહત્યા કરી લીધી. સવારે પરિવારજનોને સ્ટોર રૂમમાં લાશ સાથે એક સુસાઈડ નોટ પણ મળી જે મૃતિકાએ તેના ભાઈના નામે લખી હતી. તેમાં ફાંસો ખાવા પાછળનું કારણ પરીક્ષામાં ક્વોલિફાઈ ના થવાનું જણાવ્યું છે.
 
મલ્હારગઢ રોડ રહેવાસી નિરપાલ યાદવની બહેર કરૂણા સિંહ ઉત્તર પ્રદેશના ઉરઈ પાસે સરકારી સ્કૂલમાં શિક્ષિકા હતી. તે ભણવામાં હોશિયાર હતી અને દિલ્હીથી આઈએએસની તૈયારી કરી રહી હતી. બે દિવસ પહેલા જ તે તેના ઘરે આવી હતી. શુક્રવારે રાત્રે તેના પરિવાર સાથે ખાવાનું ખાઈને તેના રૂમમાં ભણવા માટે જતી રહી હતી. પરિવારના અન્ય લોકો તેના રૂમમાં જઈને સૂઈ ગઈ હતા. ત્યારબાદ તેણે ઘરના સ્ટોર રૂમના દરવાજા પર દુપટ્ટાથી જાતે ફાંસો ખાઈ લીધો. ભાઈએ જણાવ્યું કે, સવારે ઉઠીને બહેનના રૂમમાં ગયો તો તે તેના રૂમમાં નહોતી. તેને અવાજ આપતા ઘરના અન્ય રૂમમાં જોયું. શોધતા સ્ટોર રૂમમાં ગયો તો બહેનની લાશ ફંદા પર લટકી રહી હતી.

Tags :