02744-220264, 222764       rakhewal@gmail.com
Rakhewal Daily
Rakhewal Daily
Rakhewal Daily
Rakhewal Daily
Rakhewal Daily
Rakhewal Daily
Rakhewal Daily
Home / રાષ્ટ્રીય / SBIની નવી સુવિધા : એટીએમમાંથી કાર્ડ વગર પૈસા કાઢી શકાશે

SBIની નવી સુવિધા : એટીએમમાંથી કાર્ડ વગર પૈસા કાઢી શકાશે   16/03/2019

દેશની સૌથી મોટી સરકારી બેંક, ભારતીય સ્ટેટ બેંકે પોતાના ગ્રાહકો માટે નવી સુવિધા શરૂ કરી છે. આ સુવિધા અંતર્ગત SBIના ગ્રાહકો હવે કાર્ડનો ઉપયોગ કર્યા વગર જ,એટીએમમાંથી પૈસા કાઢી શકશે. SBIએ આ સુવિધાને YONO Cash નામ આપ્યું છે. SBIના ગ્રાહકો દેશભરમાં ૧૬,૫૦૦ એટીએમ પર આ સુવિધાનો લાભ લઈ શકે છે. SBIની આ સુવિધાનો લાભ લેવા માટે ગ્રાહકોએ પોતાના સ્માર્ટ ફોનમાં YONO એપ્લિકેશન ડાઉનલોડ કરવી પડશે. આ એપ પર ગ્રાહકોને એક ૬ ડિજિટનો YONO પિન સેટ કરવો પડશે. જયારે કોઈ ગ્રાહક આ એપ્લિકેશનની સહાયતાથી પૈસા કાઢવા માટે અનુરોધ કરશે, ત્યારે તેના મોબાઈલ પર એક એસએમએસ દ્વારા ૬ ડિજિટનો એક રેફરન્સ નંબર આવશે. આ રેફરન્સ નંબર અને YONO પિનની મદદથી ગ્રાહક પોતાના નજીકના એટીએમમાંથી ૩૦ મીનિટની અંદર YONO Cash Point થી કેશ કાઢી શકશે. ભારતીય સ્ટેટ બેંક કાર્ડલેસ કેશની સુવિધા પ્રદાન કરનારી દેશની પ્રથમ બેંક બની ગઈ છે.

Tags :