ભાભરમાં ૮૩ હજાર રોકડ અને ૭.૧૦ લાખનો ડી.ડી.ભરેલા પર્સની ઉઠાંતરી

 
                           ભાભરમાંથી મંગળવારની સાંજે એક બાઈક સવાર ઈસમની નજર ચુકવી ૮૩ હજાર રોકડ અને ૭.૧૦ લાખનો ડી.ડી.રાખેલ પર્સ કોઈક ગઠીયો નજર ચુકાવી ઉઠાંતરી કરી જતાં પંથકમાં ચકચાર સાથે ફફડાટ ફેલાયો છે. ભાભર તાલુકાના કુવાળા ગામે પશુ દવાખાનામાં પટાવાળા તરીકે ફરજ બજાવતા ભેમાજી ભાવાજી ઠાકોર પોતાની હોમ લોનનો હપ્તો ભરવા માટે ભાભર આવ્યા હતા. પોતાના બાઈકમાં પર્સમાં ઘરેથી રોકડ રૂ.રપ,૦૦૦/- લઈને આવ્યા હતા. બાદમાં ભાભર દેના બેંક શાખામાંથી ૩પ૦૦૦/- ઉપાડી અને દેના બેંક એ.ટી.એમ.માંથી રૂ.ર૩,૦૦૦/-  મળી કુલ રૂ.૮૩ હજાર રોકડ ભેગા કરી હોમ લોનનો હપ્તો ભરવાનો હતો. પર્સમાં ૮૩ હજાર રોકડ અને ૭.૧૦ લાખનો તાલુકા વિકાસ અધિકારી, ભાભરનો ડી.ડી. પણ પર્સમાં રાખી ભાભર, રાધનપુર હાઈવે દેના બેંક નજીક પોતાના બાઈકમાં પર્સ લટકાવી તે સમય દરમિયાન બાઈક ઉભુ રાખી દુકાનદાર સાથે વાતચીત કરતા હતા. ત્યારે કોઈક અજાણ્યો ગઠીયો નજર ચુકવી પર્સ લઈ પલાયન થઈ ગયો હતો. માલીકને તરત જાણ થતાં બુમાબુમ કરી હતી. પરંતુ ગઠીયો ભાગવામાં સફળ રહેતા ચકચાર મચી હતી. ભાભર પોલીસ મથકે ભેમાજી ઠાકોરે રોકડ રૂ.૮૩ હજાર અને ૭.૧૦ લાખનો ડી.ડી.ભરેલ પર્સની ઉઠાંતરી થઈ હોવાની ફરીયાદ નોંધાવી છે. ભાભર પોલીસે ગુનો નોંધી સી.સી. ટી.વી.ફુટેઝ તપાસીને વધુ તપાસ હાથ ધરી છે. ના.પો.અધિક્ષક - દિયોદર પણ ઘટનાની જાણ થતાં દોડી આવ્યા હતા. 
  • Sign up
Lost your password? Please enter your username or email address. You will receive a link to create a new password via email.