02744-220264, 222764       rakhewal@gmail.com
Rakhewal Daily
Rakhewal Daily
Rakhewal Daily
Rakhewal Daily
Rakhewal Daily
Rakhewal Daily
Rakhewal Daily
Home / Patan / પાટણ ખાતે રોડ સેફટી કાઉન્સિલ અંગે બેઠક યોજાઇ

પાટણ ખાતે રોડ સેફટી કાઉન્સિલ અંગે બેઠક યોજાઇ   16/06/2019

પાટણ :ગુજરાત રાજયના માર્ગ સલામતી હાથ નીચે વર્ષ ર૦૨૦ સુધીમાં રાજયમાં માર્ગ અકસ્માતમાં પ૦ ટકા ઘટાડો કરવાનું લક્ષ્યાંક છે. અકસ્માતોનો ઘટાડો કરવા સુનિશ્ચિત આયોજન માટે જિલ્લા કલેકટર  આનંદ પટેલના અધ્યક્ષસ્થાને પાટણ કલેકટર કચેરી ખાતે રોડ સેફટી અંગેની કાઉન્સિલ બેઠક યોજાઇ હતી. આ બેઠકમાં જિલ્લા કલેકટરે જણાવ્યું હતું કે, અકસ્માતોમાં ઘટાડો કરવા તમામ વિભાગો, કચેરીઓનું સંકલન જરૂરી હોય છે. પોત પોતાની કાર્ય જવાબદારીઓ અગ્રતાના ધોરણે એકસૂત્રતાથી પરિણામ લક્ષી કામગીરી કરવા જણાવ્યું હતું. સ્કૂલો, કોલેજો, જાહેર આનંદ પ્રમોદની જગ્યાઓ, ધાર્મિક જગ્યાઓ, રોડ જંકશન વગેરે જગ્યાએ સ્પીડ બ્રેકર મુકવા. સ્કૂલોમાં વિદ્યાર્થીઓને ઘરેથી લાવવા અને લઇજવા માટેની બસો કન્ડમ થયેલ બસોનો ઉપયોગ થાય છે. જેને અગત્યતા આપી તેનું ચેકીંગ હાથ ધરવા અધિકારીઓનું સૂચન કર્યુ હતું. સ્ટેટ હાઇવે તેમજ સીટી રોડ બ્લોક સ્પોર્ટ આઇડેન્ટીફાઇ કરવા અકસ્માત નિવારણ માટે ડીમાર્કગ, ટ્રાફીક સાઇનેજીસ, ટ્રાફીક સીગ્નલ, ઝેબ્રા ક્રોસીંગ વગેરે મુકવા, પગપાળા યાત્રા સંઘોના રૂટ પર અલાયદી ફુટપાથ, રોડ પર રાહદારીઓ માટે એલીવેટેડ બ્રીજતૈયાર કરવા, સીટી રોડ તથા ફુટપાથ ઉપરના દબાણ દુર કરવા. હેલ્મેટ, સીટબેલ્ટ, ચાલુ વાહને મોબાઇલ પર વાતો કરવી, ડંકન ડ્રાઇવીંગ વાન/સ્કૂલ રીક્ષામાં તેની બેઠક ક્ષમતા કરતાં વધારે બાળકો બેસાડવા, બેફામ ગતીએ વાહન હંકારવું, વીમા વગર વાહનનો ઉપયોગ, રજીસ્ટ્રેશન વાહનનો ઉપયોગ, સી.સી.ટીવી કેમેરા મારફતે ચેકીંગની કાર્યવાહી, ટ્રાફીકનો ભંગ કરતા વાહનો ઉપર કડક કાર્યવાહી થાય, ટ્રાફીક કર્મચારીઓ દ્વારા કાયદાનો યોગ્ય અમલ કરાવવો. પાટણ જિલ્લાના ચાર રસ્તા ઉપર વાહન આડેધડ ર્પાકિંગ ન થાય, હાઇવે ઉપર પેટ્રોલીંગ કરવું વગેરે મુદ્દાઓની ચર્ચા હાથ ધરવામાં આવી હતી. અને અધિકારીઓને કાયદા નિયમોનું ચુસ્ત રીતે પાલન કરવા અનુરોધ કર્યો હતો. 
આ કાર્યક્રમમાં પોલીસ અધિક્ષક ઇન્ચાજ એચ.કે. વાઘેલા, નિવાસી અધિક કલેકટર  બી.જી.પ્રજાપતિ, સહાયક પ્રાદેશીક વાહન વ્યવહાર અધિકારી ઝાલાતેમજ અધિકારીગણ ઉપસ્થિત રહ્યા હતા. 

Tags :