રાધનપુર કોલેજ અને રોટરી કલબના સંયુક્ત ઉપક્રમે સ્વેટર વિત્તરણનો કાર્યક્રમ યોજાયો

 
                        “હિંમત વિદ્યાનગર” Âસ્થત શ્રી અમરજ્યોત એજ્યુકેશન ટ્રસ્ટ, રાધનપુર સંચાલિત શ્રી ત્રિકમજીભાઈ ચતવાણી આર્ટસ એન્ડ જે.વી.ગોકળ ટ્રસ્ટ કોમર્સ કોલેજ રાધનપુરમાં ગત તા.ર૦/૧ર/ર૦૧૮ ના રોજ કોલેજ તથા રોટરી કલબના સંયુક્ત ઉપક્રમે સ્વેટર વિત્તરણનો કાર્યક્રમ યોજાઈ ગયો. દરેક વર્ષની જેમ ચાલુ સાલે પણ ટ્રસ્ટના પ્રમુખ ર્ડા.મહેશભાઈ મુલાણીના અધ્યક્ષ સ્થાને મેમદાવાદ પરા પ્રા.શાળામાં રોટરી કલબના પ્રમુખ ર્ડા.દિનેશભાઈ ઠક્કરના અધ્યક્ષ સ્થાને રામેશ્વર પ્રા.શાળામાં તેમજ ગોઢ પ્રા.શાળા અને ખરચરીયા પ્રા.શાળામાં સ્વેટર વિત્તરણનો કાર્યક્રમ યોજાઈ ગયો. છેલ્લા ૧૦ વર્ષથી કોલેજ દ્વારા આ કાર્યક્રમ વિવિધ દાતાના સૌજન્યથી કરવામાં આવે છે. કાર્યક્રમની શરૂઆત કોલેજના પ્રિ.ર્ડા.સી.એમ ઠક્કરે મહેમાનોને આવકારી સમાજ સેવાના આ કાર્યને બિરદાવ્યું હતું. આ કાર્યક્રમમાં મેનેજીંગ ટ્રસ્ટી રાયચંદ ભાઈ ઠક્કર, ર્ડા.પરેશ ભાઈ દરજી, ર્ડા.પ્રવિણભાઈ બી.ઓઝા, ર્ડા.અજમેરી, રમેશ ભાઈ ગોકલાણી, અમીચંદ ભાઈ પટેલ, પરાસરભાઈ તેમજ આમંત્રીત મહેમાનો ઉપÂસ્થત રહ્યા હતા.
  • Sign up
Lost your password? Please enter your username or email address. You will receive a link to create a new password via email.