02744-220264, 222764       rakhewal@gmail.com
Rakhewal Daily
Rakhewal Daily
Rakhewal Daily
Rakhewal Daily
Rakhewal Daily
Rakhewal Daily
Rakhewal Daily
Home / Banaskantha / છત્રાલા ગામેથી દેશી દારૂ ગાળવાનો વોશ ઝડપાયો

છત્રાલા ગામેથી દેશી દારૂ ગાળવાનો વોશ ઝડપાયો   07/06/2019

ડીસા તાલુકાના છત્રાલા ગામે ભીલડી પોલીસે એક રહેણાંક મકાનમાં આકÂસ્મક રેડ પાડતા સિન્ટેક્ષની બે ટાંકી ભરેલી દેશી દારૂ ગાળવાનો વોશ મળી આવ્યો હતો. જે દેશી દારૂનો જંગી જથ્થો જાઈ ખુદ પોલીસ ચોંકી ઉઠી હતી. જેના કારણે ગામડાઓમાં દેશી અને વિદેશી દારૂની રેલમછેલ હોવાનું વધુ એક વખત પુરવાર થવા પામ્યું છે. 
જીલ્લા પોલીસવડા પ્રદીપ સેજુલની સુચનાથી ભીલડી પી.એસ.આઈ. એસ.વી. આહીર તેમજ સ્ટાફના માણસોને મળેલ બાતમીના આધારે ડીસા તાલુકાના છત્રાલા ગામની સીમમાં રહેતા ઠાકોર જયંતીજી મોબતાજીના રહેણાક મકાનમાં રેડ પાડતા ઘરમાં થી દેશી દારૂ ર૦ લીટર તેમજ દેશી દારૂ ગાળવાનો વોશ પ૦૦૦ લીટર (કિંમત રૂ.૧૦,૦૦૦)  જે સીન્ટેક્ષની બે ટાંકીઓ ભરીને મળી આવેલ જે, દેખીને પોલીસ પણ ચોંકી ઉઠી હતી આમ પોલીસ દ્વારા કાયદેસર કાર્યવાહી કરી આરોપી ને પકડવા તજવીજ હાથ ધરી છે. પોલીસ દ્વારા વારંવાર રેડ પાડવા છતાં ભીલડી પંથકના ગામડાઓમાં દેશી દારૂની ભઠ્ઠીઓ ધમધમી રહી છે. તેના ઉપરથી તેના મુળયા ઉંડા હોવાનું સ્પષ્ટ થઈ જાય છે.

Tags :