02744-220264, 222764       rakhewal@gmail.com
Rakhewal Daily
Rakhewal Daily
Rakhewal Daily
Rakhewal Daily
Rakhewal Daily
Rakhewal Daily
Rakhewal Daily
Home / સાબરકાંઠા / પ્રાંતિજ નજીક કાર ડિવાઈડર કૂદી બાઈક સાથે અથડાઈ : ૩ના મોત

પ્રાંતિજ નજીક કાર ડિવાઈડર કૂદી બાઈક સાથે અથડાઈ : ૩ના મોત   18/08/2019

હિંમતનગર : હિંમતનગર-ચિલોડા નેશનલ હાઈવે પર ઠેર ઠેર ખાડાઓ પડતા વાહન ચાલકો અકસ્માતનો ભોગ બની રહ્યા છે. પુરપાટ ઝડપે દોડતા વાહનચાલકો હાઈવે પર પડેલા ખાડાઓથી અજાણ હોવાથી ખાડામાં વાહન ખાબકતા વાહન ચાલક સ્ટિયરિંગ પરથી કાબુ ગુમાવી દેતા વારંવાર નાના-મોટા અકસ્માતની ઘટનાઓ બનતી રહે છે. પ્રાંતિજના કતપુર ટોલપ્લાઝા નજીક કાર ચાલકે સ્ટિયરિંગ પરથી કાબુ ગુમાવતા કાર ડિવાઈડર કુદાવી રોંગ સાઈડ જઈ રહેલ બાઈકને ટક્કર મારી પલટી જતા બાઈક સવાર સહીત કારમાં સવાર બે વ્યક્તિઓના શરીરે ગંભીર ઈજાઓ થતા ઘટનાસ્થળે કમકમાટી ભર્યું મોત નીપજ્યું હતું. પ્રાંતિજ હાઈવે પર કતપુર ટોલપ્લાઝા નજીક સર્જાયેલ ગંભીર અકસ્માતને પગલે હાઈવે પર ટ્રાફિક જામ થઈ ગયો હતો. અકસ્માતની ઘટનાની જાણ પ્રાંતિજ પોલીસને થતા પોલીસ કાફલો ઘટનાસ્થળે દોડી આવ્યો હતો અને ટ્રાફિકને હળવો કર્યો હતો. જે બાદ પોલીસે તમામ મૃતકોનાં પીએમ માટે તેમના મૃતદેહોને હોસ્પિટલ ખસેડ્‌યા હતા.  અમદાવાદ  -ઉદેપુર ને.હા. નં-૮ પર વાંટડા ટોલપ્લાઝા અને પ્રાંતિજ નજીક કતપુર ટોલટેક્સ પર વાહનચાલકો પાસેથી રોજના લાખ્ખો રૂપિયા ટોલટેક્સ પેટે ઉઘરાવવા છતાં નેશનલ હાઈવે પર પડેલા ગાબડાઓનું સમારકામ કરવામાં ન આવતા રોડ પર પડેલા ગાબડાઓના લીધે અનેક નિર્દોષ વાહનચાલકોનો ભોગ લેવાઈ રહ્યો છે શનિવારે વહેલી સવારે, સાબરકાંઠાના પ્રાંતિજ પાસે પૂરપાટ ઝડપે જતી કારના ડ્રાઈવરે અચાનક ડિવાઈડર પરથી કાબૂ ગુમાવતા કાર ડિવાઈડર કૂદીને રોંગ સાઈડમાં જતા સામેથી આવતાં બાઈકને કારે જોરદાર ટક્કર મારી હતી. ડિવાઈડર કૂદી ગયા બાદ કાર ત્રણથી ચાર વખત પલટી મારી ગઈ હતી. આ અકસ્માતમાં બાઈકચાલક સહિત કારમાં સવારે બે વ્યક્તિઓનાં ઘટનાસ્થળે મોત નિપજ્યા હતા.

Tags :