જ્યારે 4 વર્ષથી અલગ રહી રહેલો દીકરો માતા-પિતા સાથે રહેવા થયો રાજી, જાણો કારણ

 ભોપાલ:4 વર્ષથી અલગ રહેતા દીકરાને જ્યારે જજે માની માફી માંગવા કહ્યું તો કોર્ટરૂમમાં જ દીકરાએ માના ચરણમાં માથું મૂકીને માંગી માફી, આ જોઈને મા ભાવુક બની ગઈ અને રડવા લાગી. આ બધું જ જોઈને ત્યાં હાજર અન્ય લોકોની આંખમાં પણ આંસુ આવી ગયા. 4 વર્ષ પહેલા 80 વર્ષના જીસી શર્મા અને 76 વર્ષની પત્ની ગાયત્રીથી અલગ રહેતા પુત્રની કાઉસલિંગ કરી રહેલી જજ ભાવના સાધૌને આખરે શનિવારે સફળતા મળી. હવે પુત્ર આ દંપતી સાથે રહેશે.
 
કોર્ટમાં દંપતીની વાતચીત અને જજની સમજાવટ દરમિયાન મા ગાયત્રી ધ્રૂસકે- ધ્રૂસકે રડી પડી. જજ ભાવનાએ તેની ખુરશી પરથી ઉઠીને તેને ગળે લગાવી લીધી અને કહ્યું કે "આન્ટી હું તમને રડતાં નથી જોઇ શકતી. આ જોઈને કોર્ટમાં હાજર લોકોએ પણ સ્વીકાર્યું કે આ સાચો ન્યાય છે. એક તરફ ન્યાય અને બીજી તરફ ન્યાયનું પાલન થયું. જીસી શર્માને 2 દીકરા અને 2 દીકરી છે. શનિવારે લોકઅદાલતમાં જજ આરએન ચંદ્ર અને ભાવના સાધૌએ 40 કેસનું નિવારણ કર્યું હતું.
 
 પન્ના નિવાસી વિજય સેનની પત્ની બે દીકરીની સાથે ત્રણ વર્ષથી અલગ રહેતી હતી. સમજાવટ બાદ વિજય તેની દીકરી અને પત્ની સાથે રહેવા માટે રાજી થઈ ગયો. પત્નીએ કહ્યું કે, દીકરીઓના અભ્યાસ માટે તે ભોપાલ રહેવા માંગતી હતી. તો વિજયનો પરિવાર પન્નામાં હોવાથી તે ભોપાલ જવા રાજી ન હતો. જજની સમજાવટ બાદ તે પરિવાર સાથે રહેવા માટે રાજી થઈ ગયો. અશોકા ગાર્ડનમાં રહેનાર શ્યામ કનોર પણ તેની પત્નીથી 2 વર્ષથી અલગ રહી રહ્યો હતો. જો કે કોર્ટરૂમથી સીધો તે તેની પત્નીને તેની જોડે ઘરે લઈ જવા માટે રાજી થઇ ગયો.વૃજેદ્ર સિંહ રઘુવંશીને તેની પત્ની સોનમ સાથે છેલ્લા કેટલાક સમયથી વિવાદ ચાલી રહ્યો હતો. શનિવારે નેશનલ લોક અદાલતમાં કોર્ટરૂમમાં જજની સમજાવટ બાદ બંનેએ કોર્ટરૂમમાં જ એકબીજાને હાર પહેરાવ્યાં અને એકબીજાને ચોકલેટ ખવડાવી. આ સાથે જજે તેમને તુલશીનો છોડ ગિફ્ટ કર્યો અને તેનું જતન કરવા અને જિંદગીમાં ખુશ રહેવાની વાત કરીને બંનેને વિદાય કર્યાં.
 
પહેલા વચનમાં પતિ પત્ની માટે સમૃદ્ધિ, દિર્ઘાયુ અને શ્રેષ્ઠ સંતાનની મંગલકામના સાથે સાથે રહેવાનો વચન લેવડાવવામાં આવ્યું. બીજા વચનમાં પતિ-પત્નીના ધર્મનું પાલન કરવા માટે વચન લેવડાવવામાં આવ્યું હતું.ત્રીજા વચનમાં ધન, જ્ઞાન, સુબુદ્ધિ માટે કામના કરતા બજેટ બનાવીને ખર્ચ કરવાનું અને આવક મુજબ ખર્ચ કરવાનું વચન લેવડાવવામાં આવ્યો.ચોથા વચનમાં પતિ-પત્નીને દરેક સુખ-દુ:ખમાં સાથ આપવાનું અને સન્માન કરવાનું વચન લેવડાવવામાં આવ્યું. પાંચમાં વચનમાં ઘરમાં મોબાઇલ, વોટસઅપનો ઓછો ઉપયોગ કરવાનો સંકલ્પ લેવડાવવામાં આવ્યો.છઠ્ઠા વચનમાં સારા સંતાન માટે ઇશ્વરને કામના કરવામાં આવી. સાતમા વચનમાં બંને સમજણ અને સન્મામ અને સમપર્ણ ભાવથી વર્તવાની અને વીકેન્ડમાં મૂવિ જોવા અથવા બહાર ફરવા જવાનું વચન લેવડાવવામાં આવ્યું.
 
નગરપાલિકાના વોર્ડ અને ઝોન કાર્યાલયોમાં લગાવવામાં આવેલી શિબિરોમાં કર માટે 9 કરોડની વસૂલી કરી હતી. ઝોન એકએ સર્વાધિક એક કરોડ 54 લાખ, 71 હજારની વસૂલી કરી હતી. જયારે ઝોન 13 એક કરોડ 24 લાખ 67 હજારની વસૂલીની સાથે બીજા સ્થાને રહ્યું. આ સિવાય કોઇ પણ ઝોન એક કરોડના આંકડાને પાર ન કરી શક્યો.
  • Sign up
Lost your password? Please enter your username or email address. You will receive a link to create a new password via email.