02744-220264, 222764       rakhewal@gmail.com
Rakhewal Daily
Rakhewal Daily
Rakhewal Daily
Rakhewal Daily
Rakhewal Daily
Rakhewal Daily
Rakhewal Daily
Home / રાષ્ટ્રીય / બિહારની 40 સીટો પર એનડીએના ઉમેદવારો જાહેર : પટના સાહિબથી શત્રુઘ્નની ટિકિટ કપાઈ, કેન્દ્રીય મંત્રી રવિશંકર પ્રસાદ ચૂંટણી લડશે

બિહારની 40 સીટો પર એનડીએના ઉમેદવારો જાહેર : પટના સાહિબથી શત્રુઘ્નની ટિકિટ કપાઈ, કેન્દ્રીય મંત્રી રવિશંકર પ્રસાદ ચૂંટણી લડશે   23/03/2019

 એનડીએએ બિહારની લોકસભા સીટ પર ગઠબંધનના 39 ઉમેદવારોની શનિવારે જાહેરાત કરી દીધી છે. ગડિયા સીટથી એલજેપી ઉમેદવારની જાહેરાત હાલ કરવામાં આવી નથી. પટના સાહિબ સીટથી હાલના સાંસદ શત્રુઘ્ન સિન્હાની ટિકિટ કપાઈ ગઈ છે. તેમની જગ્યાએ કેન્દ્રીય મંત્રી રવિશંકર પ્રસાદ ચૂંટણી લડશે. કેન્દ્રીય મંત્રી ગિરિરાજ સિંહને તેમની સિંટ નવાદાની જગ્યાએ બેગૂસરાયથી ટિકિટ આપવામાં આવી છે.પૂર્વ ચંપારણમાં ડૉ. સંજય જયસવાલ,શિવહરમાં રમાદેવી,મધુબનીમાં અશોકકુમાર યાદવ,અરરિયામાં પ્રદીપસિંહ,દરભંગામાં ગોપાલજી ઠાકુર,મુઝ્ઝફરપુરમાં અજય નિષાદ,મહારાજ ગંજમાં જનાર્દન સિંહ,સારણમાં રાજીવપ્રતાપ રેડી,આરામાં રાજકુમારસિંહ,બક્સરમાં અશ્વિનીકુમાર ચૌબે,સારારામમાં છેદી પાસવાન અને ઔરંગાબાદમાં સુશીલકુમારસિંહને ટિકિટ અપાઈ છે. 

Tags :