પાટણ જિલ્લાની સરકારી હોÂસ્પટલોમાં ડોગ બાઈટના ઈન્જેકેશનો જ નથી

 
 
 
 
પાટણ
શિયાળાની ઋતુમાં આગમન થઈ ચૂક્યું છે. અને શિયાળામાં દવાખાનામાં જા સૌથી વધુ દર્દીઓ આવતા હોય તો તે કુતરા-કરડવાના હોય છે. પાટણ જિલ્લામાં મોટાભાગની પી.એચ.સી અને સી.એસ.સી.માં ડોગ બાઈટના ઈંજેક્શનોનો સ્ટોક નથી. પાટણ જિલ્લામાં પ૦ થી વધુ નાના-મોટા સરકારી દવાખાઓમાં ઈન્જેકશનનો સ્ટોક જ નથી. પાટણ સિવીલ હોÂસ્પટલમાં અઠવાડીયામાં અંદાજે ૭પ થી ૮૦ કેસ આવે છે. એટલે મહિને ૩૦૦ કેસો આવે છે અને વર્ષે  ૩પ૦૦ દર્દીઓ આવે છે. પાટણ સિવીલના સૂત્રોના જણાવ્યા અનુસાર પાટણ સિવીલ સહિત વિવિધ પી.એચ. સી.એચ.સી. માં ડોગ બાઈટ રક્ષક ઈનજેક્શનોનો સ્ટોક જ નથી. પાટણની સિવીલમાં ગાંધી નગરથી પુરતો સ્ટોક આવતો નથી. જેથી જિલ્લાની હોÂસ્પટલોમાં જથ્થો જતો નથી.
  • Sign up
Lost your password? Please enter your username or email address. You will receive a link to create a new password via email.