02744-220264, 222764       rakhewal@gmail.com
Rakhewal Daily
Rakhewal Daily
Rakhewal Daily
Rakhewal Daily
Rakhewal Daily
Rakhewal Daily
Rakhewal Daily
Home / પાટણ / રાધનપુર તાલુકાના ડામરકા ગામે આઈઓસીએલની પાઇપલાઇનમાં લીકેજ થતા ભાગદોડ: મોકડ્રીલ નીકળી

રાધનપુર તાલુકાના ડામરકા ગામે આઈઓસીએલની પાઇપલાઇનમાં લીકેજ થતા ભાગદોડ: મોકડ્રીલ નીકળી   03/12/2018

રાધનપુર તાલુકાના ડામરકા ગામે આઈ.ઓ.સી. એલ.ની મુન્દ્રા-પાણીપત પાઇપ લાઇનમાં લીકેજ થયાના સમાચાર મળતાં આઈ.ઓ. સી.એલ.ની મેઇન્ટેનન્સ ટીમ તાત્કાલિક ઘટનાસ્થળે પહોંચી ગઈ હતી,અને તુરંત જ જે જગ્યાએ પાઈપલાઈન લીકેજ થવા પામી હતી તે સ્થળને ચારેબાજુથી ઘેરી લીધું હતું.ત્યારબાદ મેઇન્ટેનન્સ શરુ કરવામાં આવ્યું હતું. મેઇન્ટેનન્સ દરમ્યાન એક ગ્રામજન દવારા બીડી સળગાવતા એકાએક આગ  ભભૂકી ઉઠી હતી,મેઇન્ટેનન્સ ટીમ દવારા તાત્કાલિક અગ્નિશામક દળને જાણ કરવામાં આવતાં  અગ્નિશામક દળ મિનિટોમાં જ ઘટનાસ્થળે આવી પહોંચ્યું હતું અને આગને કાબુમાં લેવામાં આવી હતી.આગ ઉપર નિયંત્રણ મેળવ્યા બાદ મેઇન્ટેનન્સ ટીમ દવારા મોસરુનો ઉપયોગ કરીને આસ-પાસમાં ફેલાઈ ગયેલા કાચા તેલને એકત્ર કરી લેવામાં આવ્યું હતું,અને પાઈપલાઈન ઉપર ક્લેમ્પ લગાવીને લીકેજ દૂર કરવામાં આવ્યું હતું.
ઓફ સાઈટ લેવલ ૩ મોકડ્રિલનું સફળતા પૂર્વક આયોજન કરીને આવા સંજોગોમાં લોકોએ  કેવી કાળજી રાખવી તે અંગે વિસ્તૃત જાણકારી આપવામાં આવી હતી. આ પ્રસંગે મામલતદાર, ગુજરાત પ્રદુષણ નિયંત્રણ બોર્ડના અધિકારી, ઇન્ટેલિજન્સ બ્યુરો અને પાટણ પોલીસના જવાનો તેમજ આઈ.ઓ.સી. એલ. અધિકારીઓએ ઉપસ્થિત રહીને માર્ગદર્શન પૂરું પડ્‌યું હતું.

Tags :