02744-220264, 222764       rakhewal@gmail.com
Home / બનાસકાંઠા / વિઠોદર તેમજ રોબસ ગામના ગ્રામજનોએ રસ્તા બાબતે હોબાળો મચાવ્યો

વિઠોદર તેમજ રોબસ ગામના ગ્રામજનોએ રસ્તા બાબતે હોબાળો મચાવ્યો   31/07/2018

ડીસા તાલુકાના વિઠોદરના ગ્રામજનોએ રસ્તા બાબતે વિરોધ નોંધાવ્યો હતો. વિઠોદર સહિત મોટી રોબસ અને તાલેગઢ ના ગ્રામજનોએ માર્ગ અને મકાન વિભાગમાં હંગામા મચાવી રાજકીય ઈશારે અન્ય જગ્યાએ ગામ નો માર્ગ બનાવ્યો હોવાના આક્ષેપો કરી રજૂઆત કરી હતી અને જો તેમની માંગ નહીં સંતોષાય તો ગ્રામજનો ગાંધી ચિંધ્યા માર્ગે જવાની ચીમકી ઉચ્ચારી હતી.
ડીસા તાલુકાના વિઠોદર, તાલેગઢ તથા
અન્ય એક ગામના ગ્રામજનોએ સોમવારે બપોરે માર્ગ અને મકાન વિભાગની કચેરીમાં હંગામો મચાવ્યો હતો આ અંગે વિઠોદર ગામના ગ્રામજનોએ માર્ગ અને મકાન વિભાગના અધિકારીને રજૂઆત કરતાં જણાવ્યું હતું કે સરકારી નિયમ મુજબ વિઠોદર થી મોટી રોબસ ગામ નો માર્ગ બનાવવા રજૂઆત કરી હતી અને તેની મંજૂરી પણ આપી દેવામાં આવી હતી પરંતુ રાજકીય ઈશારે અને કેટલાક રાજકીય લોકો ના ફાયદા માટે અન્ય જગ્યાએ રોડ બનાવવામાં આવે છે જેની કોઈ મંજૂરી પણ આપવામાં આવી નથી જોકે વિઠોદર થી રોબસ માર્ગે ત્રણથી વધુ શાળાઓ આવેલી છે અને સમગ્ર દિવસ દરમિયાન હજારો લોકોની અવરજવર રહે છે આ માર્ગે રસતો ન હોવાથી ત્રણથી વધુ ગ્રામજનોને ભારે મુશ્કેલી વેઠવાનો વારો આવ્યો છે આ અંગે ઉચ્ચકક્ષાએ વારંવાર રજૂઆત કરવા છતાં કોઇ પરિણામ ન મળતા ત્રણે ગ્રામજનોમાં રોષ ભભૂકી ઉઠયો હતો અને જો મંજૂરી મળેલો આ માર્ગ બનાવવામાં નહીં આવે તો તમામ ગ્રામજનો ગાંધી ચિંધ્યા માર્ગે આંદોલન કરીશે એવી ચીમકી પણ ઉચ્ચારી હતી.
 
 

Tags :