ડીસાના ગુલબાણી નગરમાં સફાઈ મુદ્દે ભારે હોબાળો

બનાસકાંઠા
બનાસકાંઠા

રખેવાળ ન્યુઝ ડીસા : ડીસા શહેરના ગુલબાણી નગરમાં ગંદકીના મુદ્દે સ્થાનિક રહીશો અને બિલ્ડર વચ્ચે ઘણા સમયથી ગજગ્રાહ ચાલી રહ્યો છે. ત્યારે મંગળવારે નગરપાલિકા દ્વારા સફાઈ કામગીરી શરૂ કરતા હોબાળો મચી જવા પામ્યો હતો. જેથી બિલ્ડરના માણસો સામે કાયદેસરની કાર્યવાહી કરવા ડીસા નગરપાલિકા અને ઉત્તર પોલીસને રજૂઆત કરવામાં આવી છે.
ગુલબાણી નગરમાંથી પસાર થતાં ૧૦૦ ફુટના રોડ ઉપર ગટરના ગંદા પાણીથી થતી ગંદકીની સમસ્યાના કાયમી ઉકેલ માટે સ્થાનિક રહીશોએ નગરપાલિકાથી લઈ છેક મુખ્યમંત્રી સુધી લેખિત રજૂઆતો કરવામાં આવી છે. સોસાયટીના રહીશોની રજૂઆતને પગલે મંગળવારે ડીસા નગરપાલિકાની ટીમ સાફસફાઈ માટે આવી પહોંચી હતી. જે દરમ્યાન સ્થાનિક રહીશો અને બિલ્ડરના માણસો વચ્ચે ચકમક ઝરી હતી. જો કે મામલો ઉગ્ર બને તે પહેલાં પોલીસે સ્થળ પર પહોંચી જઇ મામલો થાળે પાડયો હતો.  બુધવારે ગુલબાણી નગરના રહીશોએ ડીસા શહેર ઉત્તર પોલીસ અને ડીસા નગરપાલિકા કચેરી ખાતે પહોંચી પાલિકાની કામગીરીમાં અડચણરૂપ બનતાં  પુનમચંદ ચુનાજી માળી અને મનુભાઇ ઉફે કાળુભાઇ ઠાકોર (આસેડાવાળા) સામે પોલીસ કાર્યવાહી કરવા લેખિત રજૂઆત કરવામાં આવી છે. આ અંગે મુખ્ય અધિકારી ઉપેન્દ્ર ગઢવીએ જણાવ્યું હતું કે, સફાઇની કામગીરી ચાલી રહી છે અને જયા પાણી ભરાયું છે ત્યાં માટી નાખવામાં આવી રહી છે. 

  • Sign up
Lost your password? Please enter your username or email address. You will receive a link to create a new password via email.