ડીસાની દિકરીએ કેનેડામાં સિદ્ધિ મેળવીને વતનનું નામ રોશન કર્યું

ભારતીય મૂળના પ્રગતિ પટેલ કેનેડા ગર્વમેન્ટમાં એન્વાર્યમેન્ટ અને પબ્લિક હેલ્થ ઓફિસર બન્યા છે. છેલ્લા તેઓ 11 વર્ષથી કેનેડા ખાતે રહે છે. પ્રગતિ મૂળ ગુજરાતના ડીસાના વતની છે અને તેઓ એન્વાર્યમેન્ટ અને પબ્લિક ઓફિસરની સાથે કેનેડાના ઇન્ટરનેશનલ એરપોર્ટ પર સ્ક્રીનિંગ ઓફિસર તરીકે પણ ફરજ બજાવી રહ્યા છે. તેઓ 11 વર્ષથી કેનેડા ખાતે રહે છે અને બધું જ જાત મહેનતે તેમણે મેળવ્યું છે. તેઓ આ એચીવમેન્ટ માટે ક્રેડિટ્સ તેમના માતા-પિતાને આપી રહ્યા છે. તેમના માતા-પિતા ડીસા ખાતે રહે છે. તેમણે વધુ વાત કરતા જણાવ્યું, મારા પરિવારની અંદર મને તથા મારા ભાઈને સરખો હક આપવામાં આવે છે અને આજ કારણથી મને  વધવાની પ્રેરણા મળી છે. 
 
તેમણે ભારત વિષે વાત કરતા જણાવ્યું, ભારત હાલ વિકાસની હરણફાળ ભરી રહેલો દેશ છે, સંપૂર્ણ વિશ્વની નજર હાલ ભારત પર કેન્દ્રીત થયેલી છે. અને ભારત જ મને સતત આગળ વધવાની પ્રેરણા આપી રહ્યું છે. તેઓ ભારતના યુવા વર્ગને પ્રેરણા આપતા કહે છે કે, વિશ્વને જીતવાની ભાવના રાખીને, પોતે શું શ્રેષ્ઠ કરી શકો છો તે લોકોને કરી બતાવો. સંકુચિત મગજના વિચારો છોડીને પોતાના સપનાઓને સાકાર કરો. 
 
પ્રગતિ આ સિવાય સ્પોર્ટ્સના પણ શોખીન છે. તેમને સ્પોર્ટ્સ કાર અને મોટર સાયકલ ચલાવવાનો શોખ છે. તેઓ કેનેડાના ટોરેન્ટોથી અમેરિકાના કેનેડા સુધી 4000 કિમી ડ્રાઇવ કર્યું છે. નાયગ્રા ફોલ ક્રોસ કરતી વખતે ત્યાંના કસ્ટમ ઓફિસરને ખબર પડે છે કે તેઓ એકલા જ ડ્રાઇવ કરીને જઈ રહ્યા છે તો ત્યાંના ઓફિસરે તેમના જુસ્સાના અને હિંમતના વખાણ કર્યા હતા. 
  • Sign up
Lost your password? Please enter your username or email address. You will receive a link to create a new password via email.