02744-220264, 222764       rakhewal@gmail.com
Rakhewal Daily
Rakhewal Daily
Rakhewal Daily
Rakhewal Daily
Rakhewal Daily
Rakhewal Daily
Rakhewal Daily
Home / Banaskantha / દાંતાના સેબલપાણીમાં સંરક્ષણ દિવાલના કામમાં ગેરરીતી : સરકારી નાંણાના દુરૂપયોગ

દાંતાના સેબલપાણીમાં સંરક્ષણ દિવાલના કામમાં ગેરરીતી : સરકારી નાંણાના દુરૂપયોગ   11/06/2019

દાંતા તાલુકાના સેંબલ પાણી અને બેડા પાણી ગામ વચ્ચે મુખ્ય રસ્તાની સાઈડ વન વિભાગ દ્વારા બનતી પથ્થરની સંરક્ષણ દિવાલની કામગીરીમાં ભય વગરનો ભ્રષ્ટાચાર આચરાતો હોવાની ઉચ્ચસ્તરે રજુઆતો થવા પામી છે. આ બાબતે નેતાજી નરીંગાજી રબારીએ જણાવ્યું હતું કે આ સરંક્ષણ દિવાલથી ૧૦૦ થી વધુ આદિવાસી પરિવારોની કાયમી જમીન જાય છે તેથી માનવ અધિકારોનું ઉલ્લંધન થાય છે. આ દિવાલમાં સરકારી ચેકડેમ તોડી તેના પત્થરોનો ઉપયોગ કરાયો છે. જેનો પાયો ખોદાયો નથી અને માલસામાન પણ હલકો વપરાયો છે. દિવાલમાં લાકડા માટી અને પાંદડા ભરી ચણતર કરી દેવાયું છે. કામમાં સરકારી નીતિ - નિયમો અભરાઈ ઉપર ચઢાવી દેવાયા છે. હદ બાણ (બાઉન્ડ્રી પીલ્લાર) નું કામ પણ તકલાદી કરાયું છે. એટલું જ નહી, ચેકડેમ - સીસીરોડ જેવા કામો અધુરા હોવા છતાં ચુકવણુ કરી દેવાયું છે. વળી, એક જ કામ બે - ત્રણ વખત કાગળ પર બતાવી રૂપિયા હડપ કરી જવાનો આક્ષેપ પણ કર્યો હતો.સરકારી રૂપીયાના વેડફાટને ગંભીરતાથી લઈ જવાબદાર તંત્ર સત્વરે ઘટતા પગલાં ભરે તેવો જનમત પ્રવર્તે છે. 

Tags :