ઇડરના બડોલ પાસે ૧૫ દિવસ અગાઉ થયેલ સીઆરપીએફ જવાનની હત્યાનો ભેદ ઉકેલાયો

 
 
 
                                     કોંગ્રેસ ના ધારાસભ્યની પ્રેમીકા મનાતી પત્નિ એ એજ પોતાની બહેન અને ભાભી અને ભાભીના પ્રેમી સાથે મળીને જમ્મુમાં આર્મી જવાન પતિની હત્યા કરી દીધી હોવાનુ સામે આવ્યુ છે.પંદર દીવસ અગાઉ સાબરકાંઠાના વડાલી તાલુકાના બડોલ ગામના રોડ નજીક પડેલી એક લાશને લઇને પોલીસે તપાસ હાથ ધરતા જ ભેદ ઉકેલાયો છે. તો પોલીસ હવે તપાસ માટે કોંગ્રેસના બાલાસિનોરના ધારાસભ્ય સુધી પણ પહોંચશે પંદેરેક દીવસ અગાઉ વડાલી તાલુકાના બડોલ ગામની સીમમાં રોડ નજીક થી એક આધેડ યુવકની લાશ મળી આવી હતી અને જેને લઇને પોલીસે તપાસ હાથ ધરી હતી. વડાલી પોલીસને પ્રાથમિક દ્રષ્ટીએ જ અકસ્માતમાં મોત પામેલા જેવી હાલતમાં મળેલી લાશ ને લઇને આશંકા ઉપજી હતી અને જેને લઇને લાશ ની તપાસ હાથ ધરી હતી અને આખરે જેમાં ભેદ ઉકેલાતા પોલીસ પણ ચોંકી ઉઠી છે. 
  • Sign up
Lost your password? Please enter your username or email address. You will receive a link to create a new password via email.