02744-220264, 222764       rakhewal@gmail.com
Rakhewal Daily
Rakhewal Daily
Rakhewal Daily
Rakhewal Daily
Rakhewal Daily
Rakhewal Daily
Rakhewal Daily
Home / Gujarat / ડીસા એરસ્ટ્રીપ ચાલુ કરવા બાબતે બેઠક યોજાઇ, વિજયભાઈ રૂપાણી તથા ભુપેન્દ્રસિંહ ચુડાસમા બેઠકમાં હાજર રહ્યા હતા

ડીસા એરસ્ટ્રીપ ચાલુ કરવા બાબતે બેઠક યોજાઇ, વિજયભાઈ રૂપાણી તથા ભુપેન્દ્રસિંહ ચુડાસમા બેઠકમાં હાજર રહ્યા હતા   28/05/2019

ધોલેરા, પોરબંદર, રાજકોટ, ડીસા એરપોર્ટ અને રાજપીપળા એરસ્ટ્રીપ બાબતેની બેઠક યોજાઈ હતી. જેમાં નાગરિક ઉડ્ડયન વિભાગ ના અધિકારીઓ સાથે મુખ્યમંત્રી શ્રી વિજયભાઈ રૂપાણી અને નાગરિક ઉડ્ડયન મંત્રીશ્રી ભુપેન્દ્રસિંહ ચુડાસમા હાજર રહીને વિસ્તૃત ચર્ચા વિચારણા કરી હતી. ઉલ્લેખનીય છે કે ભારતીય જનતા પાર્ટી બનાસકાંઠા ઉદ્યોગ સેલ ના કન્વીનર શ્રી કનુભાઈ વ્યાસે પત્ર દ્વારા અને અંબાજી મંદિર ખાતે રૂબરૂ મળી ને શ્રી ભુપેન્દ્રસિંહ ચુડાસમા ને ડીસા એરપોર્ટ ચાલુ કરવા બાબતે વીંનતી કરી હતી ત્યારે મંત્રીશ્રીએ તેમને તાત્કાલિક ઘટતું કરવાની ખાત્રી આપી હતી. પરંતુ તરત જ દેશની ચૂંટણી ને કારણે આચારસંહિતા લાગુ પડી ગઈ હતી જે હવે પુરી થવાથી ફરીથી ડીસા એરપોર્ટ ચાલુ કરવાની કામગીરી રાજ્યસરકારે તાત્કાલિક ધોરણે હાથમાં લીધી હતી.

Tags :