02744-220264, 222764       rakhewal@gmail.com
Rakhewal Daily
Rakhewal Daily
Rakhewal Daily
Rakhewal Daily
Rakhewal Daily
Rakhewal Daily
Rakhewal Daily
Home / પાટણ / રાધનપુરમાં ગણપતિ બાપ્પાનું વાજતે-ગાજતે વિસર્જન કરાયું

રાધનપુરમાં ગણપતિ બાપ્પાનું વાજતે-ગાજતે વિસર્જન કરાયું   08/09/2019

રાધનપુર : રાધનપુરમાં ગણેશોત્સવની ધૂમ બાદ ભગવાન ગણેશજીનું શહેરના અલગ-અલગ વિસ્તારોમાંથી વાજતે-ગાજતે વિસર્જન કરવામાં આવ્યું હતું,અને અગલે બરસ જલ્દી આના ના નારાઓથી સમગ્ર વાતાવરણ ગુંજી ઉઠ્‌યું હતું.લાડવાશેરીમાં રહેતા પંચાલ પરિવાર દ્વારા પર્યાવરણને ધ્યાનમાં રાખીને માટીના ગણપતિ બનાવી ગણેશ ચતુર્થીના દિવસે સ્થાપના કરી હતી,પાંચ દિવસ આજુ-બાજુની મહિલાઓએ ભેગા મળીને ગણેશજીની પૂજા-અર્ચના અને આરતી કરી હતી.પાંચમા દિવસે વિસ્તારના લોકોએ વાજતે-ગાજતે ગણેશજીનું વિસર્જન કર્યું હતું. શહેરના મઘાપુરા રોડ ઉપર આવેલ ક્રિષ્ના બંગલાઝના રહીશ ચિરાગ ખેતાણી દ્વારા ગણેશજી સ્થાપના કરવામાં આવી હતી, જેમને પણ વાજતે-ગાજતે રહીશોની સાથે મળીને કુંતાસરી ગામના તળાવમાં ગણેશજીનું વિસર્જન કર્યું હતું, તો ગ્રીનપાર્ક સોસાયટીના રહીશોએ પણ ગણેશજીને ભાવભરી વિદાય આપી હતી. 

Tags :