02744-220264, 222764       rakhewal@gmail.com
Rakhewal Daily
Rakhewal Daily
Rakhewal Daily
Rakhewal Daily
Rakhewal Daily
Rakhewal Daily
Rakhewal Daily
Home / મહેસાણા / ઊંઝામાં ભાજપને ઝટકો :તાલુકા પંચાયતના 13 સભ્યોની કોંગ્રેસમાં ઘરવાપસી

ઊંઝામાં ભાજપને ઝટકો :તાલુકા પંચાયતના 13 સભ્યોની કોંગ્રેસમાં ઘરવાપસી   15/04/2019

ઊંઝા ભાજપને જોરદાર ઝટકો લાગ્યો છે પૂર્વ ધારાસભ્ય આશા પટેલ સાથે ભાજપમાં જોડાયેલા  ઊંઝા તાલુકા પંચાયતમાં કોંગ્રેસના તમામ 13 સભ્યોએ ઘરવાપસી કરી છે. જેથી ઊંઝા તાલુકા પંચાયતમાં ફરી કોંગ્રેસના પ્રમુખ બને તેવા એંધાણ છે.  આશા પટેલના રાજીનામા બાદ કોંગ્રેસના બળવાખોરોએ ઊંઝા તાલુકા પંચાયતમાં ભાજપની વિચારધારાવાળા અપક્ષ પ્રમુખની નયુક્તિ કરી હતી. પરંતુ કોંગ્રેસના સભ્યોની ઘરવાપસીથી હવે ઊંઝા તાલુકા પંચાયતમાં કોંગ્રેસની ખેંચતાણ શરૂ થઈ છે. ઊંઝા તાલુકા પંચાયતમાં કોંગ્રેસના 13 સભ્યો અને ભાજપના એક અને અપક્ષના 4 સભ્યો ચૂંટાયા હતા.. અપક્ષના ઉમેદવારને પ્રમુખ બનાવ્યા બાદ કોંગ્રેસના સભ્યો ફરીવાર કોંગ્રેસમાં આવ્યા છે. જેમણે આવનારા સમયમાં કોંગ્રેસની વિચારધારાવાળા પ્રમુખને ટેકો આપવાનો દાવો કર્યો છે.

Tags :