02744-220264, 222764       rakhewal@gmail.com
Rakhewal Daily
Rakhewal Daily
Rakhewal Daily
Rakhewal Daily
Rakhewal Daily
Rakhewal Daily
Rakhewal Daily
Home / પાટણ / ચંદ્રાવતી ગામને સિધ્ધપુર તાલુકામાં જ રાખવા અંગે કલેકટરને આવેદન પત્ર

ચંદ્રાવતી ગામને સિધ્ધપુર તાલુકામાં જ રાખવા અંગે કલેકટરને આવેદન પત્ર   03/08/2018

સિધ્ધપુરના ચંદ્રાવતી ગામને રાજકીય લાભો માટે ઉંઝા તાલુકામાં સમાવેશ કરતાં ગ્રામજનો દ્વારા તેનો વિરોધ કરી ચંદ્રાવતી ગામને સિધ્ધપુર તાલુકામાં જ રાખવામાં આવે તેવી માંગ સાથે ૮૦ ટકા ગ્રામજનો ટ્રેકટરો ભરી કલેકટર કચેરી ખાતે આવી પહોંચ્યા હતા અને કલેકટરને આવેદન પત્ર આપી ગામને સિધ્ધપુર તાલુકામાં જ રાખવામાં આવે તેવી માંગ કરી હતી.
સિધ્ધપુર તાલુકામાં આવેલ ચંદ્રાવતી ગામ જિલ્લાના વિભાજન સમયે પાટણ જિલ્લામાં સમાવેશ કરાયો હતો. પરંતુ ગામના પાટીદાર સમાજના જૂથ-રાજકીય વર્તુળ ધરાવતા હોઈ રાજકીય રોટલા શેકવા માટે સરકારમાં ગામને ઉંઝા તાલુકામાં સમાવેશ કરવામાં આવે તેવી રજુઆત કરતા પૂર્વ ધારાસભ્ય પટેલ નારણભાઈ દ્વારા સરકારમાં ભલામણ કરતા ર૦૧૪માં ચંદ્રાવતી ગામને ઉંઝા તાલુકામાં સમાવેશ કરવાની મહેસાણા કલેકટર દ્વારા પાટણ કલેકટરને ભલામણ પત્ર લખવામાં આવ્યો હતો અને ગ્રામ પંચાયત દ્વારા ઉંઝામાં સમાવેશ મામલે સભ્યોએ વિરોધ કરી સિધ્ધપુર તાલુકામાં જ ગામને રાખવા માટે ૬ સભ્યોએ ઠરાવ કરી આપ્યો હતો, છતાં રેવન્યુ વિભાગ ગાંધીનગર દ્વારા ગ્રામ પંચાયતનો ઠરાવ ધ્યાને લીધા વિના ગામને ઉંઝામાં સમાવેશ કરી દેવાયો હતો, ત્યારે ગ્રામજનો દ્વારા ભારે રોષ વ્યક્ત કરી કોર્ટના દરવાજા ખટખટાવ્યા હતા. અને કોર્ટ દ્વારા ગ્રામજનોની અપીલ અને ઠરાવને માન્ય રાખી સ્ટે આવ્યો હતા. જે યથાવત છે ઉંઝા તાલુકામાં સમાવેશનો ઠરાવ રદ કરવાની માંગ કરી હતી.

Tags :